________________
મન શુદ્ધિ અધિકાર
૨૫૭ ભાવાર્થ-મનની શુદ્ધિ અનુભવ રૂપ અમૃતને કુંડ છે. ચારિત્ર રૂપ હંસને રમવાની કમલિની છે, અને સર્વ કર્મના - કને નાશ કરનારી છે, એમ કહેલ છે. ૧૪
વિષાર્મ ગ્રંથકાર આ àી મનની શુદ્ધિને વિશેષ પ્રભાવ દર્શાવે છે. મનની શુદ્ધિ અનુભવ રૂપ અમૃતને કુંડ છે, એટલે મન શુંદ્ધિ રાખવાથી અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય છે. વળી તે મનઃ શુદ્ધિ ચારિત્ર રૂપ હસને વિકાસ કરવાની કમલિની છે, એટલે મનઃ શુદ્ધિ કરવાથી નિર્મળ ચરિત્ર પ્રાપ્ત થાય છે. તેમજ મનઃ શુદ્ધિ સર્વ કર્મોના લંકને નાશ કરનારી છે, એટલે મનઃ શુદ્ધિ રાખવાથી સર્વ કર્મો નાશ પામી જાય છે. ટૂંકમાં જે પુરૂષ મનઃ શુદ્ધ હોય, તે અનુભવ જ્ઞાની, નિર્મળ ચારિત્ર ધારી, અને કર્મ મળથી રહિત થાય છે. ૧૪ મન શુદ્ધ રાખવાથી અશુભ વિકલ્પો નિ
વૃત્ત થાય છે. प्रथमतो व्यवहार नयस्थितोऽशुनविकल्प निवृत्ति परो भवेत् । शुजविकल्पमय व्रत सेवया हरति कंटक एव हि कंटकम् ॥१५॥
ભાવાર્થ–પ્રથમથી વ્યવહારનયમાં રહેલે પુરૂષ અશુભ સં૫–વિકલ્પની નિવૃત્તિ કરવામાં તત્પર રહે છે, અને જેમ કાંટાથી કાંટાને કઢાય છે, તેમ શુભ વિ૫મય એવા વ્રતની સેવાથી તે અશુભ વિકલ્પને હરે છે. ૧૫ ૧૭