________________
૫૨
અધ્યાત્મ સાર
મનની શુદ્ધિ મદ-જવરને નાશ કરવામાં ૫૨મ ઔષધ
રૂપ છે.
प्रवचनाब्ज विकासरवि प्रभा प्रशमनी रतरंगतरंगिणी | हृदय शुद्धि रुदीण मदज्वर प्रसरनाशविधौ परमौषधम् ||१३||
ભાષા—પ્રવચન આગમ રૂપ કમળને વિકસિત કરવામાં સૂની ક્રાંતિ રૂપ અને પ્રશમરૂપ જળના તર ંગોની નદી રૂપ એવી હૃદયની શુધ્ધિ ઊદીણું એવા મઢ જવરના વેગને નાશ કરવામાં ૫રમ ઔષધ રૂપ છે. ૧૩
વિશેષા—હૃદયની શુધ્ધિ આગમરૂપ કમળને વિકસિત ૪રવામાં સૂર્યની કાંતિ રૂપ છે. એટલે મનની શુધિ હાય તેા, આગમનેા ખાધ સારી રીતે પ્રાપ્ત થાય છે. વળી તે હૃદયની શુધ્ધિ પ્રશમ-શમતા રૂપ જળના તરગાની સરતારૂપ છે, એટલે મન શુિ કરવાથી શમતા પૂર્ણ રીતે પ્રાપ્ત થાય છે. આવી મનઃ શુદ્ધિ, ઉત્પ ન્ન થયેલ મદ્રરૂપી વર–તાવના નાશ કરે છે. એટલે એવી મનઃ શુધ્ધિ જેણે પ્રાપ્ત કરી છે, એવા પુરૂષ મદને ધારણ કરતાં નથી. તે તેા નિળ અને શાંત રહે છે. આ ઉપરથી સક્ષિપ્ત સાર એ લેવાના છે કે, મનની શુદ્ધિ કરનારા પુરૂષ પ્રવચન-આગમના અને જાણનારા, પ્રશમને ધારણ કરનારા અને મદથી રહિત થાય છે. ૧૩ મનશુદ્ધિ બીજી શું શું કરે છે ?
अनुभवामृत कुंम मनुत्तर व्रतमराव विलास पयोजिनी | सकलकर्म कलंक विनाशिनी मनस एव हि शुद्धिरुदाहृता || १४ ||