________________
આયામ સાર,
પડે છે. અર્થાત જે મન ઉન્મત્ત બની ગયું છે, એટલે પિતાને તમે ન હોય, તે તે ચાસ્ત્રિને ભંગ કરે છે, અને સિદ્ધાંતના બેધમાંથી જાણ કરે છે, તેથી ઊત્તમ પુરૂએ પ્રથમ મનને સ્વાયત્ત કરવું જોઈએ. ૭
મનને અગ્નિનું રૂપક આપે છે. व्रततरून् प्रगुणी कुरुते जनो दहति उष्टमनोदहनः पुनः ननु परिश्रम एष विशेषयान्हविता सुमुणो पवनोदये ॥८॥
ભાવાર્થ–મુનિ, સુરાણ રૂપ ઉપવનમાં વ્રત રૂપી વૃક્ષોને હૈ, યાર કરે છે, પણ દુષ્ટ મન રૂપી અગ્નિ તેને બાળી નાખે છે. પછી તેને વિશેષ પરિશ્રમ શી રીતે સફળ થાય? ૮
વિશેષાર્થી–ગ્રંથકાર દુષ્ટ મનને અગ્નિની ઊપમા આપે છે. મુનિ, ગુણ રૂપ ઉપવનમાં ગમે તેટલાં વ્રત રૂપી વૃક્ષો તૈયાર કરે, પણ દુષ્ટ મન રૂપી અગ્નિ તેને બાળી નાંખે છે. કહેવાને આશય એ છે કે, મુનિ મહા વ્રતને સારી રીતે પાળે, પણ જો તે મનને વશ કરે. નહીં, તે તેનાં વ્રત નષ્ટ થઈ જાય છે, અને ગુણ ઉપર કરેલ પરિ શ્રમ વૃથા થઈ જાય છે. ૮ મનને નિગ્રહ કર્યા વિના કરેલ શુભ કિયા
નિષ્ફળ થાય છે. अनिगृहीतमनाः विदधत्पराम् न वपुषा वचसा च शुनक्रियाम् । गुणमुपैति विराधनयानया बत मुरंतनवभ्रममंचति ॥ ९॥