________________
મનઃ શુધ્ધિ અધિકાર
૨૫૧ પવન, લાગેલા અગ્નિને પ્રદીપ્ત કરે છે, તેમ મન રૂપી પવન કમ દેવ રૂપ લાગેલા અગ્નિને પ્રદીપ્ત કરે છે. અને જેમ પવન વૃક્ષની શ્રેણીને ભાંગી નાખે છે, તેમ મન રૂપી પવન શુભ બુદ્ધિ રૂપ વૃક્ષ શ્રેણીને ભાંગી નાખે છે. કહેવાને આશય એ છે કે, જે મને નિને વશ કરવામાં ન આવે તે, તે જિનવચન તરફ ઉપેક્ષા રખાવે છે, કામ-વિષયને વધારે છે, અને શુભ બુદ્ધિને નાશ કરે છે, માટે સર્વથા મનને વશ કરવું જોઈએ. ૬
મનને મન્મત્ત મજેદ્રનું રૂપક આપે છે. चरणगोपुरजंगपरः स्फुरद समय बोधतरूनपि पातयन् । भ्रमति यद्यति मत्त मनो गजः क्वकुशनं शिवराज पये तदा।।७।।
ભાવાર્થ–ચારિત્ર રૂપ દરવાજાને ભાંગવામાં તત્પર થયેલે અને સ્કુરણયમાન એવા સિદ્ધાંતનાં બંધ રૂપી વૃક્ષોને પાડી દે તે, અતિ ઉન્મત્ત મન રૂપી હાથી જે ભમ્યા કરે છે, તે મેક્ષના રાજમાર્ગમાં કુશલ ક્યાંથી હોય? ૭
વિશેષાર્થ–ગ્રંથકાર મનને ઉન્મત્ત હાથીનું રૂપક આપી વવે છે. જેમાં અતિ ઉન્મત્ત હાથી દરવાજાને તેડ અને વૃક્ષોને પાડતે, જે રાજમાર્ગમાં ભમતે હેય તે, પછી ત્યાં જનારાઓનું કુશળ થતું નથી, તેમ મન રૂપી ઉન્મત્ત હાથી જે મેક્ષના રાજમાર્ગમાં ભમતે હેય તે, પછી ત્યાં જવાની ઈચ્છા રાખનારાઓનું કુશલ થતું નથી. તે મન રૂપી ઉન્મત્ત હાથી ચારિત્ર રૂપ દરવાજાને ભાંગી નાંખે છે, અને સિદ્ધાંતનાં, બેધ રૂપ વૃક્ષને તેડી