________________
સનુષ્ઠાનાધિકાર.
૨૩૧ સત્ ક્રિયામાં રાગ પ્રગટે છે. તે સિવાયના અનુષ્ઠાનમાં અસત શિ ચામાં આદર થાય છે. ૧૮
- વિશેષાર્થ–હવે ગ્રંથકાર તàતુ અનુષ્ઠાનમાં શે લાભ થાય છે? તે વાત દર્શાવે છે. છેલ્લાં પુદગલ પરાવર્તની અંદર પ્રાપ્ત થયેલા તહેતુ અનુષ્ઠાનમાં ધર્મને વન કાળ પ્રવર્તે છે, એટલે ધર્મ બળવાન થાય છે, અને સંસારની બાળ દશા નિવૃત્ત થાય છે, અર્થાત્ તે તàતુ અનુષ્ઠાન આચરવાથી માણસ ધર્મમાં પૂર્ણ રાગી બને છે, અને સંસાર તરફ વૈરાગ્ય ધરે છે. એટલું જ નહીં પણ, તહેતુ અનુષ્ઠાનમાં સત્ ક્યિામાં રાગ પ્રગટે છે, એટલે તે સત્ ફિયાને રાગી બને છે તે સિવાયના ત્રણ અનુષ્ઠાનમાં અસત્ ક્રિયામાં આદર થાય છે. એટલે તહેતુ અનુષ્ઠાન સર્વદા સેવ્ય છે, અને બીજાં ત્રણ અનુષ્ઠાને અસેવ્ય છે. ૧૮ ધર્મ યુવાનને અશુદ્ધ ક્રિયા લજજાને માટે થાય છે.
जोगरागाद्यथा यूनो बालक्रीमाखिला हिये । धमेयूनस्तथा धर्मरागेणासत्क्रिया हिये ॥१॥
ભાવાર્થ-જેમ યુવાન પુરૂષને ભેગના રાગથી બધી બાળ કીડા લજજાને માટે થાય છે, તેમ ધર્મમાં યુવાન બનેલાને ધર્મના રાગથી અશુદ્ધ ક્યિા લજ્જાને માટે થાય છે. ૧૯
વિશેષાર્થ–મહાન પુરૂષે આલંકારિક ભાષામાં ધર્મના વિષયમાં બે પ્રકારના પુરૂષ કલ્પે છે. એક ધર્મબળ અને ધર્મ