________________
સમતાધિકાર.
૨૧૭ તે સમતાના પારને સ્વાનુભવ પામે છે.
दिस्मात्रदर्शने शास्रव्यापारः स्यान दुरगः । अस्याः स्वानुनवः पारं सामर्थ्याख्योऽवगाहते ॥२॥ ભાવાથએ સમતાની માત્ર દિશા બતાવવામાં શાસ્ત્રને વ્યાપાર દૂર રહેતું નથી, એથી સામર્થ્ય નામને તે સમતાને અનુભવ આ સંસારના પારને પામે છે. ૨૮ ' વિશેષાર્થ-એ સમતાની માત્ર દિશા બતાવવામાં શાસ દૂર નથી, એટલે સર્વ શાસ્ત્ર તે સમતાના માહાભ્યને દર્શાવે છે. અને જે એ સમતાને પૂર્ણ અનુભવ થાય તે, આ સંસારને પાર આવી જાય છે. અહિં એ અર્થ નીકળે છે કે, જેમ કેઈ આંગળી વડે માર્ગ બતાવે, પણ તે કાંઈ સાથે આવે નહીં તેમ શાસ્ત્ર સમતાના માર્ગને બતાવે છે, પછી સમતા રાખવી, એ માણસના પિતાના હાથમાં છે. તેથી જે શાસ્ત્ર ભણું અથવા સાંભળી પિતાના અનુભવમાં લાવે તે, તે અનુભવના સામર્થ્યથી તે સમતાધારી પુરૂષ આ ભવાટવીના પારને પામી જાય છે. ૨૮ સમતા એ પરથી પણ પર એવું આત્મતત્વ
છે, તેથી તેને ભરપૂર અનુભવ કરવો.
परस्मात्परमेषा यनिगूढं तत्त्वमात्मनः। . तदध्यात्मप्रसादेन कार्योऽस्यामेव निर्नरः ॥२५॥