________________
૨૧૮
અધ્યાત્મ સાર.
ભાવાએ સમતા પરથી પર ગૂઢ આત્મ તત્ત્વ છે, તેથી અધ્યાત્મના પ્રસાદથી એ સમતાને વિષેભરપૂર અનુભવ કરવા. ૨૯
વિશેષા-ગ્રંથકાર આ સમતાધિકાર પૂર્ણ કરતાં છેવટે કહે છે કે, સમતા એ પરથી પણુ પર ગૂઢ આત્મ તત્ત્વ છે, તેથી અધ્યાત્મના પ્રસાદથી એ સમતાને વિષે ભરપૂર અનુભવ કરવા. કહેવાના આશય એવા છે કે, આત્મ તત્ત્વ કે જે ઉત્કૃષ્ટથી પણ ઉત્કૃષ્ટ અને ગૂઢ પણે રહેલ છે, તે સમતાજ છે, અર્થાત્ સમતા રાખવાથી ગૂઢ આત્મ તત્ત્વનું ભાન થાય છે. જ્યારે આત્મ તત્ત્વનું ભાન થાય છે, ત્યારે અનુભવ પ્રગટ થાય છે. તે અનુભવના ઉપયાગ સમતામાંજ કરવા, કે જેથી પરાત્પર એવા આત્મ તત્ત્વના સંપૂણુ લાભ પ્રાપ્ત થાય છે. જ્યારે આત્મ તત્ત્વના સ`પૂર્ણ લાભ પ્રાપ્ત થયા, તે પછી મનુષ્ય આ સૌંસાર સાગરને હેલાઈથી તરી શિવ માના સાથી અને છે, તેથી સચ્ચિદાનંદ રૂપ શિવ માર્ગ પ્રાપ્ત કરવાને મુખ્ય ઉપાય સમતા છે. સમતાના પ્રભાવ દિવ્ય—લકાત્તર છે, અને આત્મિક સુખને આપવામાં અદ્વિતીય છે. તેથી સદા સમ તાજ સેન્ય અને આદરણીય છે. ૨૯
इति नवमः समताधिकारः ।