________________
૨૧૬
અધ્યાત્મ સાર,
વિશેષાર્થ–તપ, જપ, ધ્યાન વગેરે જે કાંઈ કષ્ટકારી અનુકાન કરવામાં આવે છે, તે જે એક સમતાને ત્યાગ કરી કરવામાં આવે છે, તે ખારી જમીનમાં વાવેલા બીજની જેમ નિષ્ફળ થાય છે. એટલે સર્વ ક્રિયા સમતા સાથે કરવી જોઈએ. સમતા વગરનું આચરણ નિષ્ફળ થાય છે. તેથી સર્વ ધાર્મિક ક્રિયામાં સમતા રાખવી જોઈએ. એક સમતા ન હોય તે, સર્વ શ્રમ વૃથા છે. ૨૬
મુક્તિને ઊપાય એક સમતાજ છે. उपायः समतेबैका मुक्तेरन्यः क्रियानरः । તાપુરુષોન તથા પૂર્વ પ્રસિદ્ધયે || 9૭ |
ભાવાર્થ-મુક્તિને ઉપાય એકસમતાજ છે. બાકીની જે ક્રિયાઓ છે, તેતે તેતે જાતના પુરૂષના ભેદથી સમતાની પ્રસિદ્ધિને માટે છે. ૨૭
વિશેષાર્થ–આલોકમાં મુક્તિને ખરો ઉપાય એક સમાજ છે. તે સિવાયની જે જે ક્રિયાઓ છે, તે અધિકારી પુરૂષના ભેદ વડે તે સમતાની જ પ્રસિદ્ધિ કરવા માટે છે. એક ગૃહસ્થ છે, અને એક મુનિ છે. ક્રિયા કરવામાં ગૃહસ્થ તથા મુનિનો વ્યવહાર દે છે, પણ તેઓની ક્રિયામાં સમતાની પ્રધાનતા છે. પુરૂષ ગમે તે ક્રિયાને અધિકારી હોય તે પણ તેણે સમતા અવશ્ય રાખવી જોઈએ. કિયાની પ્રસિદ્ધિ સમતાને લઈને છે. જે સમતાને અભાવ હોય તે, ગૃહસ્થ કે મુનિ ગમે તેટલી યિાઓ કરે તે પણ, તે નિષ્ફળ છે. આ ઉપરથી એ ઉપદેશ લેવાના , જે મુક્તિ મેળવવાની ઈચ્છા હોય તે, સર્વદા સમતાનું જ સેવન કરવું. ૨૭