________________
સમતાધિકાર.
૨૧૫
ભાવાર્થ–જો સમતા રૂપ ચારિત્રી પુરૂષના પ્રાણ ચાલ્યાં ગયાં, તે પછી પાછળ લોકોની દેડાડના આવેશરૂપતેના મરણને ઊત્સવ થાય છે. ૨૫
વિશર્થ–સમતા ચારિત્ર ધારી પુરૂષના પ્રાણ છે, એટલે ચારિત્રવાન પુરૂષનું જીવન સમતા છે. જો એ સમતા રૂપ પ્રાણુ - ચાલ્યાં ગયા, તે પછી ચારિત્રનું મરણ થઈ જાય છે, જે મરણનાં ઉત્સવમાં લોકો પાછલ દેખાદેડકરે છે. કહેવાને આશય એ છે કે, જે સમતા હોય તેજ, ચારિત્ર જીવતું છે, નહીં તે તે ચારિત્રનું મરણ થઈ જાય છે. સમતા રૂપ પ્રાણુના નાશથી ચારિત્ર મૃત્યુ પામી ગયું, પછી લેકે ગમે ત્યાં દોડાદેડ કરે તેપણુ, મરણ પામેલ ચારિત્ર પ્રાપ્ત થતું નથી. અહિં એ પણ અર્થ નીકળે છે કે, સમતા પ્રાપ્ત કર્યા સિવાય બીજી દંડાદેડ કરવી, તે નકામી છે, તેથી ચારિત્રધારી પુરૂષે તે અવશ્ય સમતા રાખવી જોઈએ. ચારિત્રનું જીવન સમતામાંજ રહેલું છે. ૨૫
સમતાને ત્યાગ કરી કરેલ કષ્ટરૂપ અનુઝાન ખારી જમીનમાં વાવેલા બીજની
જેમ નિષ્ફળ થાય છે. संत्यज्य समतामेकां स्याद्यत्कष्टमनुष्टितम् । तदीप्सितकरं नैव बीजमुप्तमिवोपरे ॥२६॥
ભાવાર્થ_એક સમતાને ત્યાગ કરી જે કાંઈ કણકારી આચરણું કરેલું હોય, તે ખારી જમીનમાં વાવેલા બીજની જેમ ઈચ્છિત ફળને આપનારૂં થતું નથી. ૨૬