________________
૨૧૨
અધ્યાત્મ સાર,
ભાવાર્થ-નમસ્કાર, સ્તુતિ, પૂજા, લાભ પરદ્રવ્યની ઈચ્છા આદિ રૂપ તીવ્ર બાણ જે કે પિતાના મર્મને ભેદનારું છે, તે પણ સમતા રૂપી બખ્તરેથી રક્ષિત થયેલા પુરૂને પીડાકારી થતું નથી. ૨૧
વિશેષાર્થ આ સંસારમાં નમવું, સ્તુતિકરવી, પૂજા, લાભ અને પરદ્રવ્યની ઈચ્છા વગેરે જે પ્રવર્તે છે, તે બાણની જેમ મર્મ સ્થળને ભેદનારાં છે એટલે જે કંઈ નમે નહીં, કેઈ વખાણું કરે નહીં, કઈ પૂજે નહીં, કોઈ જાતને લાભ મળે નહીં, અને પારકા દ્રવ્યને લેવાની ઈચ્છા પૂરી ન થાય તે, તેથી માણસને મહાદુઃખ પ્રાપ્ત થાય છે. તેથી ગ્રંથકાર તેને મર્મભેદી બાણની સાથે સરખાવે છે. એટલે જેમ મર્મભેદી તીવ્ર બાહ્ય પીડા કરે છે, તેવી તેનાથી પીડા થાય છે. પરંતુ જેઓએ સમતા રૂપી કવચ ધારણ કરેલ છે, તેમને એ નમસ્કારાદિ રૂપતીવ્ર બાણ પીડાકારી લાગતું નથી. એટલે જ્યારે સમતાને મહાન ગુણ પ્રાપ્ત થાય છે, ત્યારે તે સમતાધારી રમાત્માને કેઈ નમે. કે કેઈ ન નમે, કઈ સ્તવે કે ન સ્તવે, તેને માટે કાંઈ ઈચ્છા રહેતી નથી, તે લોકોના માનની દરકાર રાખતું નથી, સમતા સર્વેત્કૃષ્ટ ગુણ છે. ૨૧
સમતા કટિજન્મનાં કર્મોને ક્ષણમાં ક્ષીણ કરે છે.
प्रचितान्यपि कर्माणि जन्मनां कोटिकोटिभिः । तमांसीव प्रना जानोः क्षिणोति समता क्षणात् ॥ २॥