________________
૨૦૪
અધ્યાત્મ સાર.
સમતાના પરિપાકમાં સમતાધારી મહાત્માની
કેવી સ્થિતિ થાય છે?
समतापरिपाके स्वाविषयमहशून्यता । यया विशदयोगानां वासीचंदनतुल्यता ॥१०॥
ભાવાર્થ– જ્યારે સમતાને પરિપાક થાય, એટલે સમતા પરિપકવ થાય, ત્યારે વિષય ગ્રહની શૂન્યતા થઈ જાય છે, એટલે વિષયની ઈચ્છા નાશ પામે છે, જે શૂન્યતાથી ઉજવલ ભેગવાળા મુનિઓને વાંસલે અને ચંદન સમાન થાય છે, એટલે કેઈ વસે કરી તેમને છેદે, અથવા કેઈ ચંદન વડે તેમને પૂજે, તે ઉભય સમાન થાય છે. ૧૦
વિશેષાર્થ–સમતા જ્યારે પરિપકવાવસ્થાને પ્રાપ્ત થાય છે, ત્યારે વિષયગ્રહની શૂન્યતા થાય છે, એટલે વિષે રૂચિકર લાગતા નથી. જ્યારે વિષયને અભાવ થયે, તે પછી તે મુનિઓને એ ઉજવલ એગ (નિર્મળતા વેગ) પ્રાપ્ત થાય છે, કે જેથી તેમનામાં વાંસલે અને ચંદનમાં સમાન ભાવ પ્રાપ્ત થાય છે. તે મહાત્માઓને કઈ વાંસલાથી છે, અને કોઈ ચંદન વડે પૂજા કરે, તે પણ તે હું ભયને તેઓ સરખા જાણે છે. એટલે શુદ્ધ સમતા પ્રગટ થાય છે. ૧૦ સમતાના ગથી પ્રાણુઓના વરને નાશ થાય છે.
किं स्तुमः समतां साधौ या स्वार्थमगुणीकृता । वैराणि नित्यवैराणामपि हंत्युपतस्थुषाम् ॥ ११ ॥