________________
સમતાધિકાર.
૨૦૩
થાય છે. આ ઉપરથી એ ઊપદેશ લેવાને છે કે, સમતાને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ આ જગતના જીની અંદર રહેલ કર્મના કિવિધ ભાવને શુદ્ધ નયની રીતિથી અવલેક, કે જેથી તેનામાં અનાહત (કદિ ન હોય તેવી) સમતા ઊત્પન્ન થશે. ૮ જેનું મન આત્મામાં આરામ પામે છે, તેને
અપૂર્વ સમતા પ્રાપ્ત થાય છે. स्वगुणेन्योऽपि कौटस्थ्यादेकत्वाध्यवसायतः । आत्मारामं मनोयस्य तस्य साम्यमनुत्तरम् ॥९॥
ભાવાર્થ–પિતાના ગુણેવડે આત્માના સાક્ષીપણાથી અને પિતાના એક શુદ્ધ અધ્યવસાયથી જેનું મન આત્માને વિષે આરામ પામે છે, તેને અનુત્તર-અપૂર્વ સમતા પ્રાપ્ત થાય છે. ૯ :
વિશેષાર્થ–આત્માને સાક્ષી કરીને જે પિતાના આત્માના) ગુણેનું મનન કરે છે, અને સદા શુદ્ધ અધ્યવસાય રાખે છે, તેથી કરીને જેનું મન આત્મામાંજ રમે છે, તેને અપૂર્વ સમતા પ્રાપ્ત થાય છે. જ્યારે પિતાના આત્માના ગુણેને વિચાર કરવામાં આવે, અને એક શુદ્ધ અધ્યવસાય રાખવામાં આવે, ત્યારે મન આત્માને વિષે જ વિરામ પામે છે. જ્યારે મન આત્માને વિષે વિરામ પામ્યું, ત્યારે તેનામાં અપૂર્વ સમતા સ્વતઃ પ્રગટ થાય છે. તેથી ભવિ આત્માએ આત્મગુણેનું આત્મસાક્ષીએ મનન કરી શુદ્ધ એક અધ્યવસાય રાખવે, કે જેથી મન આત્મારામ બની સમતાગુણને પ્રાપ્ત કરી શકે. ૯