________________
અધ્યાત્મ સાર
ભાવાર્થ-જેમ રજજુનું જ્ઞાન સર્ષનું જ્ઞાન થવાથી નાશ પામે છે, તેમ અહંતા અને મમતા કે જે પિતાપણાના અને પિતાપણાના બ્રમના હેતુરૂપ છે, તે ભેદના જ્ઞાનથી નાશ પામી જાય છે. ૨૨
વિશેષાર્થ–આ જગત્મ “હું પિત” અને “આ મારૂં એવા ભ્રમના હેતુરૂપ અહંતા અને મમતા છે. એટલે અહંતા અને મમતામાં “હું પોતે અને “આ મારૂંવે ભ્રમ ઉત્પન્ન થાય છે. જ્યારે તેમની વચ્ચેનો ભેદ જાણવામાં આવે છે, ત્યારે તે અહંતા અને મમતાનો ભ્રમ નાશ પામી જાય છે. તે ઉપર દષ્ટાંત આપે છે. જેમ રજુ–સર્ષમાં દેરીની બ્રાંતિ થાય છે, જ્યારે તે સર્પ સાચે જોવામાં આવે છે ત્યારે તે બ્રમ નાશ પામી જાય છે, અને ભયથો પલાયન કરવામાં આવે છે. તેવી રીતે જ્યારે ભેદ જ્ઞાન થાય છે. ત્યારે એ હંતા અને મમતનો ભ્રમ દૂર થઈ જાય છે. કહેવાનો આશય એ છે કે જે અહંતા–મમતા છે તે ભ્રમને લઈને છે. જ્યારે યથાર્થ વધુ જ્ઞાન થાય છે, ત્યારે તે બ્રમ દુર થઈ જાય છે ૨૨ .
મમતા શી રીતે નાશ પામે છે? किमेतदिति जिज्ञासा तत्त्वाभिज्ञानसंमुखी । व्यासंगमेव नोत्थातुर्दत्ते क ममता स्थितिः ॥२३॥
ભાવાર્થ-એ શું છે” એવી જે જાણવાની ઈચ્છા, તે તત્ત્વને જાણવામાં સુખ છે, તેથી તેવી ઈચ્છાવાળાને આસડિતજ રહેતી નથી, તે પછી મમતાની સ્થિતિ ક્યાં રહી? ૨૩