________________
અધ્યાત્મ સાર,
અધ્યાત્મ શાસ્ત્ર રૂપી દ્ધાની કૃપા નહીં મેળવે તે, કામદેવ રૂપી ચંડાળ તમને પીડા કરશે. માટે તમારે એ અધ્યાત્મરૂપ દ્ધાની સહાય લેવી જોઈએ. તે અધ્યાત્મ રૂપી મહાન્ ધે કામદેવ રૂ૫ ચંડાળને હણું નાંખે છે. ગ્રંથકારે કામ ચંડાળને નિર્દય એ વિશેષણ આપી સૂચવ્યું છે કે, કામદેવ એ નિર્દય છે કે, જે કઈ તેના ઝપાટામાં આવે છે, તેને તે એટલી બધી પીડા કરે છે કે, જે પીડાને લઈને કામી અંધ થઈ દીપકમાં પતંગની જેમ ઝંપલાય છે, એ નિર્દય કામ કેવળ મૂર્ખ લોકોને પીડે છે, એમ નથી, પણ તે પંડિતને પણ પડે છે. પણ જે તે પંડિતોની પાસે અધ્યાત્મ શાસ્ત્ર ન હોય તે, તે વાત બને છે. કહેવાનો આશય એ છે કે જેઓ અધ્યાત્મ શાસ્ત્રના બેધ શિવાય પાંડિત્યને આડંબર રાખતા હોય, તેની ઉપર કામદેવ રૂપ નિર્દય ચંડાળનું બળ ચાલે છે. ૧૫
હૃદયરૂપી વનમાં વધેલી તૃષ્ણ રૂપી વિષવલ્લી, અધ્યાત્મ શાસ્ત્ર રૂપ દાંતરડાથી છેદાય છે.
विषबबीसमां तृष्णां वर्षमानां मनोवने। अध्यात्मशास्त्रदात्रेण छिदंति परमर्षयः ॥ १६॥
ભાવાર્થ–મહર્ષિઓ, હૃદય રૂપી વનમાં વધતી વિષવલ્લી સમાન તૃષ્ણને અધ્યાત્મ શાસ્ત્ર રૂપી દાતરડાથી છેદે છે. ૧૬
વિશેષાર્થ...આ શ્લેકથી ગ્રંથકાર અધ્યાત્મ શાસ્ત્રને દાતરડા