________________
અધ્યાત્મ પ્રશસા.
૧૩
ની ઉપમા આપી તૃષ્ણા રૂપી વિષલતાને છંદવામાં તેના ઉપયાગ દર્શાવે છે. મોટા ઋષિએ પણ જ્યારે પેાતાના હૃદયમાં તૃષ્ણા વધે, ત્યારે તેઓ અધ્યાત્મ શાસ્ત્રના આશ્રય લઇ તે તૃષ્ણાને છેદી નાંખે છે. વિષવલ્લીની ઊપમા આપી એમ દર્શાવ્યું છે કે, જેમ વનની અંદર વધેલી વિષવલ્લી તેની આસપાસના પ્રદેશને વિષમય કરી દેછે,અને તેના ઉપયેગ કરનારને હણી નાખે છે,તેમ તૃષ્ણા રૂપી વિષવલ્લી ને હૃદય રૂપી વનમાં વધી હાય તા, તે હૃદયવાલા આત્માને મેહુ થી મૂતિ કરે છે; અને છેવટે મહાન અનર્થ કરી આત્માને અધોગતિ રૂપ મરણુને પમાડે છે, તેથી તેને છેદવાને માટે અધ્યામ શાસ્ત્ર રૂપી દાતરડાને રાખવુ જોઇએ. મહિષ આપણુ એ વિષવલ્લીને છેદવાને અધ્યાત્મ રૂપી દાતરડું રાખતા હતા. અર્થાત્ જો અધ્યાત્મ વિદ્યાને સંપાદન કરી હેાય તે, તેનાથી આ સસારની તૃષ્ણા છેદાઈ જાય છે; જ્યારે તૃષ્ણાના છેદ થયા, તે પછી આત્મ સ્વરૂપ ઓળખવામાં સુગમતા પડે છે. ૧૬
કળિયુગમાં અધ્યાત્મ શાસ્ત્રની દુર્લભતા દર્શાવે છે.
- वने वेश्म धनं दौस्थे तेजो ध्वांते जलं मरौ । डुरापमाप्यते धन्यैः कलावध्यात्मवाङ्मयम् ॥ १७ ॥
.
ભાવાથ જેમ વનમાં ઘર, દરિદ્રતામાં ધન, અધકારમાં તેંજ અને મરૂસ્થળમાં જળ દુર્લભ છે, તેવી રીતે કળિયુગમાં અધ્યાત્મ શાસ્ત્ર દુર્લભ છે. તેને ધન્ય પુરૂષાજ પ્રાપ્ત કરી શકે છે. ૧૭
વિશેષા—ગ્રંથકાર આ શ્લાથી અધ્યાત્મ શાસ્ત્રની દ