________________
૧૪૫
વેરાય ભેદાધિકાર કોઈ અપેક્ષાએ માત્ર એક અંશ પણ લઈ શકાય છે, અને કોઈ અપેક્ષાએ સર્વ અંશ લઈ શકાય છે. ૩૧ સમ્યગ દ્રષ્ટિને સંપૂર્ણ અર્થને નિશ્ચય થાય છે.
अनेकांतागमश्रधा तथाप्यस्खलिता सदा।' सम्यग्दृशस्तयैव स्यात् संपूर्णार्थविवेचनम् ॥ ३२ ॥
ભાવાર્થ-તથાપિ અનેકાંત આગમની શ્રદ્ધા અખલિત પણે સદા પ્રવર્તે છે, અને તે શ્રદ્ધાથી સમ્યગ દષ્ટિને સંપૂર્ણ અર્થને નિશ્ચય થાય છે. ૩૨
વિશેષાર્થ–તે પણ અનેકાંત એટલે સ્યાદ્વાદ મત તેના શાસ ની શ્રદ્ધા અખલિતપણે પ્રવર્તે છે. એટલે કેવલજ્ઞાનમાં પ્રતિ વ્યક્તિ ભેદભેદ નથી, અને તેની અંદર કેઈ સ્થળે સર્વઅંશનું ગ્રહણ કરેલ છે તે પણ સ્યાદ્વાદ મતની શ્રદ્ધા અખલિત રહે છે. તે શ્રદ્ધાથી સમ્યગૃષ્ટિ પુરૂષને ઊત્સર્ગ, અપવાદ, નિશ્ચય અને વ્યવહારનયના સંપૂર્ણ અર્થને નિશ્ચય થાય છે. તે ઉપરથી જાણવાનું કે, સ્થાદ્વાદમતના આગમની દઢ શ્રદધા હોય, અને સમ્યકત્વ પ્રાપ્ત થયેલ હેય તે, તેને સંપૂર્ણ અર્થને નિશ્ચય થાય છે. ૩૨
- નિશ્ચયનય શું કહે છે? आगमार्थोपनयनाद ज्ञानं प्राज्ञस्य सर्वगम् । कार्यादेर्व्यवहारस्तु नियतोल्लेखशेखरः ॥३३॥