________________
અરિચાર્મ સાર
વિશેષાર્થ–પંડિત પુરૂષ પર્યાયના એક અર્થને જાણી સર્વ ભાવને જાણે છે. જે પર્યાયના એક અર્થ-સર્વ ભાવને જાણી શકે, તેજ ખરેખર પંડિત ગણાય છે. કે પંડિત પર્યાયને એક અર્થ જાણી સર્વ ભાવને જાણે છે? જે પંડિત કેટલીક વસ્તુને આ શ્રય લઈ તે જાણી શકે છે. પ્રથમ તે ચિત્તની આસક્તિ રાખવી જોઈએ. એટલે તીવ્ર જિજ્ઞાસા ધારણ કરવી જોઈએ. બીજું બુદ્ધિનું પાટવ એટલે ચાતુર્ય રાખવું જોઈએ. કદિ તીવ્ર જિજ્ઞાસા હેય, અને બુદ્ધિનું ચાતુર્ય હોય, પણ જે તેનામાં અભ્યાસના ગુણ ના હોય તે, તે બધાં નકામાં થાય છે, તેથી તેણે તેને અભ્યાસ કરે જોઈએ. તેની સાથે સ્વકાર્ય સાધવાની ઈચ્છા રાખવી જોઈએ. ઇત્યાદિ ગુણેને જો આશ્રય કરે તે, પંડિત, પર્યાયના એક અર્થને જાણું સર્વભાવને જાણી શકે છે. ૩૦
તેને માટે કેવળ જ્ઞાન પ્રત્યે શું છે? अंतरा केवलझानं प्रतिव्यक्तिर्न यद्यपि । कापि ग्रहणमेकांश घारं चाति प्रसक्तिमत् ॥ ३१ ॥
ભાવાર્થ-જે કે કેવળજ્ઞાનને વિષે કાંઈ પણ પ્રતિવ્યક્તિ નથી, તે પણ કોઈ સ્થળે એક અંશનું ગ્રહણ કર્યું છે, અને કઈ સ્થળે સર્વ અંશનું ગ્રહણ કરેલું છે. ૩૧
વિશેષા–સર્વ પદાર્થનું ભાન કરાવનાર કેવળજ્ઞાનને વિષે કાંઈ પ્રતિવ્યક્તિ નથી, એટલે તેની અંદર ભેદભેદ નથી, શુદ્ધ સ્વરૂપનું જ દર્શન થાય છે. તથાપિ કોઈ ઠેકાણે તેમાં એક અંશનું ગ્રહણ કર્યું છે, અને કોઈ ઠેકાણે સર્વશનું ગ્રહણ કરેલ છે, એટલે