________________
વૈરાગ્ય ભેદાધિકાર.
૧૪૩
વિશેષાર્થ સર્વ પ્રકારના પર્યાયે વસ્તુતાએ આત્માથી ભિક નથી, એ વાત ધ્યાનમાં રાખવાની છે. ૨૮.
સર્વ પ્રકારનું જ્ઞાન સંગ્રહ નયથી એકજ છે. स्वान्यपर्यायसंश्लेषाव सूत्रेऽप्येवं निदर्शितम् । सर्वमेकं विदन् वेद सर्वं ज्ञानं तथैककम् ॥ २९॥
ભાવા–સ્વપર્યાય અને પરપર્યાયના સંયોગથી સર્વ એકજ છે, એમ સૂત્રમાં દર્શાવેલ છે, તે ઉપરથી સઘળું એક્તા ભાવે છે, એટલે સંગ્રહ નયથી સર્વજ્ઞાન એકજ છે. ૨૯
વિશેષાથ–સ્વપર્યાય અને પરપર્યાયના સંયોગથી-સંબંધ થી સઘળું એક્તા ભાવે છે. એ વાત સૂત્રમાં દર્શાવેલી છે. એટલે સંગ્રહ નયને મતે સઘળું જ્ઞાન એકજ છે, એમ જાણી લેવું. ૨૯ જે પર્યાયના એક અર્થને જાણે છે, તે સર્વ
ભાવને જાણે છે. आसक्ति पाटवान्यास स्वकार्यादिजिराश्रयन् । पर्यायमेकमप्यर्थ वेत्ति जावाद् बुधोऽखिन्नम् ॥ ३० ॥
ભાવાર્થ–પંડિત પુરૂષ આસક્તિ, ચાતુર્ય, અભ્યાસ અને આવકાર્ય વગેરેને આશ્રય લઈ પર્યાયના એક અર્થને જાણે છે, તે સર્વ ભાવને જાણે છે. ૩૦