________________
૧૨૮
અધ્યાત્મ સાર.
પડતા નથી. કારણકે, મુનિવેષ ધારણ કર્યો છે, તેથી તેમને પશ્ચાત્પાત પણ ન ગણાય. એવા પુરૂષે પરિણામે ચારિત્ર ભ્રષ્ટ થઈ દુઃખના પાત્ર બને છે. ૬
દુખ ગર્ભિત વૈરાગ્યનું પ્રયોજન. गृहेऽन्नमात्र दौर्बभ्यं लभ्यते मोदका व्रते । वैराग्यस्यायमर्थोहि सुःखगर्नस्य लक्षणम् ।। ७ ॥
ભાવાર્થ—ઘરમાં પુરૂં અન્ન પણ દુર્લભ છે, અને વ્રત લેવામાં લાડવા મળે છે, તે દુઃખ ગર્ભિત વૈરાગ્યનું લક્ષણ છે. ૭
વિશેષાર્થ—ઘરમાં પૂરું ખાવાનું મળતું ન હોય, તેથી દીક્ષા લે છે, કારણકે, સાધુ થવાથી ખાવામાં લાડુ મળે છે. આવા પ્રજનથી જે વૈરાગ્ય હોય, તે દુઃખગર્ભિત વૈરાગ્યનું લક્ષણ છે. એટલે લાડુ ખાવાને માટે સંસાર ઊપર વૈરાગ્ય ધરી દીક્ષા લેવી, તે દુઃખગર્ભિત અધમ વૈરાગ્ય કહેવાય છે. એવા વૈરાગ્યને સર્વથા ત્યાગ કરે જઈએ. ૭
બીજા મેહગર્ભિત વૈરાગ્યવિષે કહેછે. कुशास्त्राच्यास संजूत जवनैर्गुण्य दर्शनात् । मोहगर्न तु वैराग्यं मतं बाल तपस्विनाम् ॥८॥
ભાવાર્થ–નઠારાં શાસ્ત્રના અભ્યાસથી આ સંસારની નિ. સુતા જોવામાં આવે, અને તેથી જે વૈરાગ્ય થાય, તે બીજે મેહ ગર્ભ વૈરાગ્ય કહેવાય છે. એવે વૈરાગ્ય બાલક્તપસ્વીઓને થાય છે. ૮