________________
ભવ-સ્વરૂપ ચિંતા.
૧૧૩ લઈને વિષય બંધ કર્તા થઈ પડે છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, વિષય બંધ જ કરે છે, એ નિયમ નથી. વિષને બંધ પુરૂષ વિશેષને લઈને થાય છે. જે પુરૂષ જ્ઞાની હોય છે, તેને વિષયે બંધ કર્તા નથી અને અજ્ઞાની હોય છે, તેને બંધ કર્તા છે, એટલે વિષયને બંધ વ્યકિત પરત્વે છે. કહેવાને આશય એ છે કે, કદિ સંસારના વેગને લઈને વિષયે ભેળવવામાં આવે તે પણ, તેમાં આસક્તિ રાખવી નહીં. જ્ઞાનના બળથી વિષાના સ્વરૂપનું ચિંતવન કર્યા કરવું, જેથી વિષયે કર્મ બંધના કારણ રૂપ થશે નહીં. તે ઉપરથી એમ પણ સિદ્ધ થાય છે કે, સર્વદા જ્ઞાન સંપાદન કરવામાં તત્પર રહેવું. જ્ઞાનના બળની આગળ વિષયનું બળ ચાલવાનું નથી. ૨૪ દ્રવ્ય અને ભાવથી વિષય સેવન કરવા વિષે કહે છે.
सेवते सेवमानोऽपि सेवमानो न सेवते । कोऽपि पारजनो न स्या द्यच्छन् परजनानपि ॥२५॥
ભાવાર્થ કોઈ પ્રાણી વિષયોને દ્રવ્યથી નહીં સેવતે હોય, પણ ભાવથી સેવે છે, અને કેઈ દ્રવ્યથી સેવ હાય, પણ ભાવથી સેવ નથી. પરની સેવા કરતે પણ પરમાર્થ રીતે પરને આપતું નથી, તે જ્ઞાની કર્મમય થતું નથી. ૨૫
વિશેષાર્થ-વિષયની સેવના દ્રવ્ય અને ભાવ બંનેથી થાય છે. કેઈ પ્રાણી વિષયને દ્રવ્યથી સેવ નથી, પણ ભાવથી સેવે છે. અને કઈ પ્રાણી વિષયને દ્રવ્યથી સેવે છે, પણ ભાવથી સેવ