________________
૧૧૨
' અધ્યાત્મ સાર,
વિશેષાર્થકઈ એમ પણ કહે છે કે, વિષયેનું સેવન કરનારા પુરૂષની શુદ્ધિ તે વિષયના સેવનથી થાય છે. જે વિષયે, સેવવાથી જેમ અશુદ્ધિ થાય છે, તેમ કઈવાર તેના સેવનથી શુદ્ધિ થાય છે. તે ઉપર એક દષ્ટાંત કહેવાય છે. જેમ શત્રુની સેવા કરનારે પુરૂષ દુઃખી થઈને પણ કાલાંતરે સુખી થાય છે, તેવી રીતે શત્રુ રૂપ વિષયેની સેવા કરનાર પુરૂષ તેનાથી શુદ્ધ પણ બને છે. એટલે વિષય સેવનાથી–વિષયેની અંદર રહેલાં દુઃખને અનુભવ કરવાથી, તેનામાં તેમની તરફ વૈરાગ્ય ઉત્પન્ન થવા સંભવ છે, તે તેની શુદ્ધિ સમજવી. આ વાત કેટલાએકને સંમત છે, બહુ સં મત નથી, માટે કહ્યું છે કે, એવી જ કૃતિ છે. અથવા શ્રુતિ એ વેદનું નામ છે. તેથી કેટલાએક વેદાંતીઓને એ મત છે, એ અર્થ પણ થઈ શકે છે, ૨૩
વિષયને બંધ અજ્ઞાનીને છે, જ્ઞાનીને નથી
विषयाणां ततो बंध जनने नियमोऽस्ति न । अज्ञानिनां ततो बंधो शानिनां तु न कर्हि चित् ॥३॥
ભાવાર્થ–તેથી વિષયોને બંધ ઉત્પન્ન કરવામાં નિયમ નથી, એટલે તે વિષયથી અજ્ઞાનીઓને બંધ થાય છે, અને જ્ઞાનીએને કદિ પણ બંધ થતું નથી. ૨૪
વિશેષાર્થ-વિષયે હમેશાં બંધ કરનારા છે, આ એકાંતે નિયમ નથી. કારણ કે, જ્ઞાનીઓ ભેગનીક કર્મને લઈને વિષએ ભોગવતા હોય, તે પણ તેમને અનાસતિને લઈને વિષ બંધ કર્તા થતા નથી. અને જેઓ અજ્ઞાની છે, તેમને આસકિતને