SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૧ લું ઉદ્દેશક–૩] [ ૩૫ તિયાને બે પ્રકાર છે. તેમાં શૂન્યકાળ નથી, મનુષ્ય અને દેવેને ત્રણ પ્રકારને બતાવવામાં આવ્યું છે. આવી રીતે અંતકિયા, ઉપપાત અને અસંઝિઆયુષ્ય સંબંધી પ્રશ્નોત્તર પછી આ ઉદેશ સમાપ્ત થાય છે. કાંક્ષામહનીય આ ઉદેશકમાં અનેક વિષયો અતિમહત્વના છે. કાંક્ષામેહનીય, અસ્તિત્વ-નાસ્તિત્વ, કાંક્ષામહ, બંધાદિ, નરયિકાદિ અને શ્રમણોને કાંક્ષામહ, એ આ ઉદેશકની ખાસ બાબતે છે. કાંક્ષામેહનીય કર્મ જીવકૃત છે કે? એ પ્રશ્નથી શરૂઆત થાય છે. ધ્યાનમાં રાખવું જોઈએ કે-કાંક્ષા મેહનીય એ પણ એક પ્રકારનું કમ છે, જે કરાય છે, તે કર્મ કહેવાય છે. કાંક્ષા મેહનીય’ પણ જીવ કરે છે, અતએ તે પણ એક કર્મ છે મેહનીય કર્મને તે સૌ કઈ જાણે જ છે કે–જે મેહ પમાડે છે. મુંઝવે છે, એ મેહનીય છે. આ મેહનીય કર્મના બે ભેદ શાસ્ત્રોમાં વર્ણવેલા છે. એક ચારિત્રમેહનીય અને બીજી દર્શન મેહનીય. “કાંક્ષા” એનું નામ છે કે–જુદા જુદા મતે-દશનની ઈચ્છા કરવી. એ મતોનું પણ ગ્રહણ કરવું. આ “કાંક્ષા મેહનીય” એ મિથ્યાત્વ મેહનીય છે. એક મત ઉપર શ્રદ્ધા ન રાખતાં જુદા જુદા મતોનું અવલંબન લેવું, એનું નામ છે મિથ્યાત્વ. “શ્રદ્ધા તે એકમાં જ હોઈ શકે. આ “કાંક્ષા–મેહનીય પણ કરાય જ છે. માટે જ તે કર્મ છે. એને કરવાની ક્રિયા જુદી જુદી રીતે થાય છે. એ અનુલક્ષીને વિવરણકારે એના ભેદો પણ બતાવ્યા છે –
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy