________________
૩૪ ]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ લેશ્યાસ્વરૂપ
આ પછી વેશ્યા પ્રકરણ આવે છે. પ્રજ્ઞાપના સૂત્રમાંનું લેશ્યાપદ વેશ્યાના સંબંધમાં વધુ સારે પ્રકાશ પાડે છે. અહીં તે માત્ર લેશ્યાની સંખ્યા માત્ર જ કહી છે.
લેશ્યા એ વસ્તુ શી છે? ટૂંકમાં કહીએ તે આત્માની સાથે કર્મ પુદ્ગલેને ચુંટાડનાર જે વસ્તુ, તેનું નામ લેશ્યા. આ વેશ્યા, એ મન, વચન, કાયાના વ્યાપારના–અર્થાત ચેગના પરિણામ રૂપ જ છે. કારણ કે જ્યાં વેગને નિરોધ હોય છે, –મન વચન-કાયાના યોગોને અભાવ હોય છે, ત્યાં લેશ્યાઓ હોતી નથી.
લેશ્યાઓ છ ગણાવી છે. કૃષ્ણલેશ્યા, નલલેશ્યા, કાપતલેશ્યા, તેલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલલેશ્યા.
સંસાર-સંસ્થાન કાળ
આ પછી સંસ્થાનકાળ સંબંધી વર્ણન આવે છે. સંસારમાં કેટલાક લેકે એવું માનનારા હોય છે કે અનાદિ સંસારમાં આ જીવની સ્થિતિ એક જ પ્રકારની રહે છે. પરંતુ ખરી રીતે તેમ નથી. સંસારથી ચાર ગતિ લેવાની છે. નારક, તિયચ, મનુષ્ય અને દેવ. આ ગતિમાંનું જે સંસ્થાન–અવસ્થાન અર્થાત્ સ્થિર રહેવા રૂપ કિયા અને તેને જે સમય, તેનું નામ છે સંસ્થાનકાળ. આ સંસ્થાનકાળના શૂન્યકાળ, અશૂન્યકાળ અને મિશ્રકાળ એમ ત્રણ ભેદે છે. એમાં નારકને સંસાર અવસ્થાનકાળ ત્રણ પ્રકાર છે.