________________
શતક-૧ લું ઉદ્દેશક-૩ ] તથા ત્રણ (માયા–મિથ્યાત્વ અને નિદાન) શલ્યવાળો જીવો તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે. મોટા શરીરવાળા, દેવકુફ આદિ ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલા યુગલિયાએ ત્રણ દિવસ પછી કવલાહાર રૂપે આહાર લે છે. અને અલ્પ શરીરવાળા સંમૂર્છાિમ મનુષ્યોને નિરંતર આહાર હોય છે.
ક્ષીણ અને ઉપશાંત કષાયના માલિક હોવાથી વીતરાગ સંયમી કિયા વિનાના છે. અને અપ્રમત્ત સંયમીને કદાચ શાસનની રક્ષા માટે કંઈક કરવું પડે તે માટે માયાપ્રત્યયા ક્રિયા હોય છે. જ્યારે પ્રમત્ત સંયમીને આરંભી અને માયા પ્રત્યયા કિયા હોય છે.