________________
૩૬ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ તેમાં–
૧ અવયવથી અવયવની ક્રિયા ૨ અવયવથી આખાની ક્રિયા ૩ આખાથી અવયવની કિયા ૪ આખાથી આખાની ક્રિયા એમ ભેદો બતાવવામાં આવ્યા છે. ૯. આ ચારે ભાગાઓમાંથી પ્રસ્તુત વિષયમાં ચતુર્થ ભાગ જ માન્ય કરવાને છે કેમકે–મેહનીય કર્મની ઉદયાવસ્થા અથવા અજ્ઞાનવશ મેહનીય કર્મની ઉદીરણા કરનાર જીવાત્માના સંપૂર્ણ પ્રદેશે (આઠ રૂચક પ્રદેશ સિવાય) મેહનીય કર્મના નશામાં પૂરેપૂરા બેભાન બનીને આઠે કર્મોની અનંત વર્ગણાઓ ઉપાર્જન કરે છે. સારાંશ કે આત્માના બધાએ પ્રદેશ વડે આઠે પ્રકારનાં કર્મો બંધાય છે. આમાના અમુક પ્રદેશે અમુક કર્મને બાંધે છે, જ્યારે બીજા અમુક પ્રદેશે વડે બીજા કર્મો બંધાય છે, આમ માનવાની ભુલ કદાપિ કરવી નહિ. કારણ કે જૈન શાસનનાં અમુક પ્રદેશે અમુક કર્મને માટે નિયત નથી. પરંતુ બધાએ કર્મો બધાએ પ્રદેશથી જ બંધાય છે.
આત્માના એક પ્રદેશ ઉપર જ્ઞાનાવરણીય પણ હોય, દશનાવરણીય પણ હોય, યાવત્ અંતરાયકર્મ પણ હોય છે. આમ બધા પ્રદેશમાં બધાએ કર્મો હોય છે. માટે જ કહેવાય છે કે–આત્માના એક એક પ્રદેશ પર અનંત અનંત કર્મોની વર્ગણા ચૂંટેલી છે. જેને લઈને અનંત શક્તિને સ્વામી આ આત્મા પોતાનું મૂળ સ્વરૂપ સમજી શકતા નથી. તથા પિતાની સત્તા માનવા માટે પણ બેધ્યાન છે.