SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] [ ભગવતીસૂત્ર સારસંગ્રહ પરવશતાને લઈને ઈચ્છા વિના ભૂખ, તરસ, સહન કરવાં પડે છે, બ્રહ્મચર્ય પાળવાની મુદ્દલ ઈચ્છા નથી, છતાં સંજોગે નહિ મલવાથી બ્રહ્મચર્ય ફરજીયાત પાળવું પડે છે, ઈત્યાદિ વગર ઈરછાએ જે હાડમારી ભોગવવી પડે છે, તે કારણથી પણ કર્મો ક્ષય પામતાં જાય છે. તે અકામ નિર્જરા કહેવાય છે. જ્યારે ગુરુ–ઉપાસના ધર્મશ્રવણ, જ્ઞાન, વિરતિ તથા પ્રત્યાખ્યાન આદિ ધામિક કૃત્ય પ્રત્યે અત્યંત શ્રદ્ધાળુ માણસ પિતે પરવશ કે દરિદ્ર હોવા છતાં પણ જ્ઞાન અને વિવેક પૂર્વક ભૂખ વ્યાસ વગેરે બધી હાડમારીઓ સમતાથી સહન કરશે. અને સમજીને છોડી દેશે. અને પિતાના આત્મધર્મમાં સ્થિર થઈને પૂર્વ ભવના પાપે અને અંતરા ને હસ્તે મુખે ભોગવશે, તે સકામનિર્જરા કહેવાય છે. તથા પૈસે ટકે સુખી માણસ પણ ભોગ્ય તથા ઉપભોગ્ય પદાર્થોમાં જાણી બુઝીને મર્યાદા કરશે. તથા ઢગલાબંધ બંધાતા નિરર્થક પાપેને અનર્થદંડૂ વિરમણવ્રત દ્વારા રેકવાને ભાવ રાખશે, અને તેમ કરીને હિંસક ભાવમાંથી અહિંસક ભાવમાં દુષ્કાને છેડી સંયમ ભાવમાં તથા ભોગ વિલાસને મય દિત કરીને ત્યાગ તથા તપ ધર્મ પ્રત્યે અનુરાગી બનશે તે ભાગ્યશાળીઓ પણ સકામ નિજેરાના સ્વામી બનીને પોતાનું આત્મકલ્યાણ સાધવા માટે સમર્થ બનશે. ઉપર પ્રમાણેના નવે પદમાં ભિન્ન ભિન્ન વ્યંજને અને સ્વરો હોવા છતાં તે સમાનાર્થ છે? કે ભિનાર્થ છે? આના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે– ૧. ચાલતું હોય તે ચાલ્યું. ૨. ઉદીરાતું હોય તે ઉદીરાયું. ૩. વેદાતું હોય તે વેદાયું. ૪. પડતું હોય તે પડ્યું.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy