________________
શતક-૧ લું ઉદેશક-૪]
[ પ૭ પ્રાણીપણું એટલે વીર્યતા. હવે “બાલને અર્થ એ કરવામાં આવ્યો છે કે-“જે જીવને સમ્યગઅર્થને બંધ ન હોય, અને સદ્ધ કારક વિરતિ ન હોય. તે જીવ “બાલ” કહેવાય છે. “બાલ” અર્થાત મિથ્યાદષ્ટિ જીવ. જે જીવ સર્વપાપને ત્યાગી હોય, તે “પંડિત” એટલે સર્વવિરતિ હોય તે પંડિત. તેવી જ રીતે અમુક અંશે વિરતિ હોવાથી પંડિત અને અમુક અંશે વિરતિ ન હોવાથી બાળ માટે તે બાલપંડિત. અર્થાત્ દેશવિરરતિવાળે કહેવાય છે.
હવે ઉપર જે પ્રદેશ કર્મ અને અનુભાગ કર્મ કહેવામાં આવ્યાં છે, તેને અર્થ આ છે –
તેઈન્દ્રિય જીવોને ચક્ષ અને કાન તથા ચતુરિન્દ્રિય જીવોને કાનનો અભાવ હોવાથી તવિષયક જ્ઞાનનું પણ આવરણ છે.
દ્રવ્યેન્દ્રિયે પ્રાપ્ત થયે છતે પણ તે તે ઇન્દ્રિયેને તેવા પ્રકારે રોગ પ્રાપ્ત થતાં પણ ઇન્દ્રિયાવરણીય કર્મને પ્રાયઃ કરીને તારતમ્ય જોગે આવરણ આવી જાય છે. જેમકે કુષ્ઠ આદિ ચામડીના વ્યાધિના કારણે સ્પશેન્દ્રિય જ્ઞાનાવરણીય પ્રાયઃ ઉદયમાં આવે છે. આ પ્રમાણે બધી ઇન્દ્રિમાં - જાણી લેવું,
પંચેન્દ્રિય હોવા છતાં પણ જાયેંધ અથવા અમુક ઉમ્ર થયે છતે આવેલ અંધત્વ કે બધિરત્વ પણ તે તે ઈન્દ્રિયોના આવરણને સૂચવે છે.
આ પ્રમાણે જેમ આપણે જ્ઞાનવરણીય કર્મનો રદય જાણી શકયા છીએ તેમ બીજા કર્મોને રદય પ્રજ્ઞાપના સૂત્રના ૨૩ મા પદથી જાણી લે.