SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ८३ स्थानांगसूत्र વળી પુદ્ગલ બે પ્રકારે છે. (૧) પરમાણુ, (૨) સ્કન્ધ. (૧) પરમાણુ - સ્કંધથી છૂટો પડેલો પુદ્ગલ દ્રવ્યનો નિવિભાગ અંશ તે પરમાણુ પુદ્ગલ છે. (૨) સ્કન્ધ :- ભેગા મળેલા પરમાણુઓનો સમુદાય તે સ્કન્ધ પુદ્ગલ છે. વળી પગલો બે પ્રકારે છે. (૧) સૂક્ષ્મ, (૨) બાદર. (૧) સૂક્ષ્મ - સૂક્ષ્મ પરિણામથી પરિણત ચાર સ્પર્શવાળા પુદ્ગલો તે સૂક્ષ્મ પુદ્ગલ કહેવાય છે. (૨) બાદર – બાદર પરિણામથી પરિણત આઠ સ્પર્શી પુદ્ગલો તે બાદર પુદ્ગલ કહેવાય છે. વળી પુદ્ગલ બે પ્રકારે છે. (૧) બદ્ધપાર્શ્વસ્કૃષ્ટ, (૨) નોબદ્ધપાર્શ્વધૃષ્ટ. (૧) બદ્ધપાર્શ્વસૃષ્ટ :- શરીરની ચામડીની રજની જેમ સ્પર્શાવેલા તે પાર્થસ્પષ્ટ. બદ્ધ એટલે શરીરમાં પાણીની જેમ અતિ મળેલા-સ્પર્શાવેલ અને સંબદ્ધ. સારી રીતે મજબૂત બંધાયેલા તે બદ્ધપાર્શ્વસ્કૃષ્ટ પુદ્ગલ કહેવાય છે. (૨) નોબદ્ધપાર્શ્વધૃષ્ટ - માત્ર સ્પર્શ કરાયેલા તે નોબદ્ધપાર્થસ્પષ્ટ પુદ્ગલ કહેવાય છે. વળી પુદ્ગલ બે પ્રકારે છે. (૧) જીવાત્ત, (૨) જીવાનાર. (૧) જીવાત્ત - જીવો દ્વારા પરિણત પુદ્ગલ તે જીવાત્ત પુદ્ગલ કહેવાય છે. (ર) જીવાનાત્ત - જીવો દ્વારા અપરિણત પુદ્ગલ તે જીવાનાર પુદ્ગલ કહેવાય છે. ઇષ્ટ - વ્હાલા, પ્રયોજન અથવા મનોરથને પૂર્ણ કરી શકે તેવા અભિલષિત પુદ્ગલોને ઈષ્ટ પુદ્ગલ કહેવાય છે. અનિષ્ટ :- કોઈ પણ કાર્ય માટે ઇષ્ટ ન હોય તેવા પુદ્ગલો અનિષ્ટ પુદ્ગલ કહેવાય છે. વળી પુદ્ગલો બે પ્રકારે છે. (૧) કાન્ત, (૨) અકાન્ત. (૧) કાન્ત - હંમેશા સુંદરભાવ વડે કાંતિવાળા, વિશિષ્ટ વર્ણાદિથી સુંદર પુગલોને કાન્ત પુદ્ગલો કહેવાય છે. (૨) અકાન્ત - અસુંદર પુદ્ગલો. વળી પુદ્ગલો બે પ્રકારે છે. (૧) પ્રિય, (૨) અપ્રિય. (૧) પ્રિય - પ્રતિકર. ઈન્દ્રિયોને આફ્લાદિત કરનાર, સર્વને દ્વેષ કરવા યોગ્ય નહીં તેવા પુદ્ગલો તે પ્રિય પુદ્ગલો છે. (૨) અપ્રિય - અપ્રીતિકર. ઈન્દ્રિયોને આનંદ ન આપે તેવા પુદ્ગલો. વળી પુદ્ગલ બે પ્રકારે છે. (૧) મનોજ્ઞ, (ર) અમનોજ્ઞ. (૧) મનોજ્ઞ - મનને હિતકારી કથન વડે પણ મનને રમાડનાર.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy