________________
अथ स्थानमुक्तासरिका क्रियन्ते, एवं भिद्यन्ते तथा पर्वतशिखरादेरिव परिपतन्ति कुष्ठादेनिमित्तादङ्गुल्यादिवत् परिशटन्ति घनपटलवद्विनश्यन्ति च, एवं भिदुरताभिदुरते परमाणुतास्कन्धते सूक्ष्मताबादरते बद्धपार्श्वस्पृष्टतानोबद्धपार्श्वस्पृष्टते जीवात्ततानात्तते इष्टतानिष्टते कान्तताकान्तते प्रियताप्रियते मनोज्ञतामनोज्ञते मनोहरतामनोहरते भावनीये ॥२५॥
હવે જીવને ઉપકારક પુદ્ગલના ધર્મો કહે છે.
જેમ વાદળા વિગેરેમાં પુદ્ગલો સ્વયમેવ-સ્વભાવથી જ સંબંધવાળા થાય છે તેવી રીતે સ્વતઃ-સ્વયમેવ પુદ્ગલો શબ્દાદિપણે સંબંધવાળા થાય છે, તથા પરતઃ પુરૂષ આદિ બીજાના પ્રયત્નથી પુદ્ગલો સંબંધવાળા કરાય છે.
તેવી રીતે (ર) પુદ્ગલો ભેદાય છે – જુદા પડે છે. (૩) પર્વતના શિખર આદિથી જેમ પડે છે તેમ પુદ્ગલો પડે છે. (૪) કોઢ વિગેરેના નિમિત્તથી જેમ આંગળી આદિ સડે છે તેમ પુદ્ગલો સડે છે, (૫) તથા વાદળાના સમૂહની જેમ પુદ્ગલો નાશ પામે છે. શબ્દના બે પ્રકાર છે. (૧) ભાષા શબ્દ, (૨) નોભાષા શબ્દ.
(૧) ભાષા શબ્દ - જીવ ભાષા યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી ભાષારૂપે પરિણાવી વચનયોગથી જે શબ્દ પ્રગટ કરે તે ભાષા શબ્દ.
(૨) નોભાષા શબ્દ - વચનયોગના વ્યાપાર વિનાનો શબ્દ તે નોભાષા શબ્દ. ભાષા શબ્દના બે પ્રકાર છે. (૧) અક્ષર સંબદ્ધ, (૨) નોઅક્ષર સંબદ્ધ.
(૧) અક્ષર સંબદ્ધ :- અક્ષરના ઉચ્ચારવાળા, વર્ણાત્મક, કકાર આદિ વર્ષો દ્વારા પ્રગટ થતો શબ્દ.
(૨) નોઅક્ષર સંબદ્ધ :- અક્ષરના સંબંધ વગરનો, અક્ષરના ઉચ્ચાર વિનાનો, બેઈન્દ્રિય આદિ જીવોના ધ્વનિરૂપ ચોક્કસ વર્ણ વિનાના તે નોઅક્ષર સંબદ્ધ.
નોભાષા શબ્દના બે પ્રકાર છે. (૧) આતોદ્ય, (૨) આભૂષણ. (૧) આતોદ્ય - ઢોલ આદિ વાજિંત્રનો શબ્દ. (૨) આભૂષણ :- ઝાંઝર આદિ આભૂષણનો શબ્દ-અવાજ. આ જ પ્રમાણે પુલો બે પ્રકારે છે. (૧) ભિદુર, (૨) અભિદુર. (૧) બિદુરઃ- સ્વભાવથી ક્ષણે ક્ષણે નષ્ટ થવાના સ્વભાવવાળા. (૨) અભિદુર:- સ્વભાવથી નષ્ટ ન થનાર. ન ભેદાય એવા સ્વભાવવાળા. વજ વિગેરે.