SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ५७४ सूत्रार्थमुक्तावलिः विराधकमनुष्यजीवानां संख्येयतया संख्येया इत्युक्तम्, त्रिविधामाज्ञामाराध्य जीवाश्चतुर्गतिक संसारोल्लङ्घनेन मुक्तिमवाप्ता अवाप्नुवन्ति, अवाप्स्यन्ति च तावन्त एवेति ॥१००॥ समवायाङ्गपयोधेरहमहमिकया समुत्थिता मुक्ताः । कस्य मनस्युत्कण्ठां नोद्दीपयति स्वसात्कर्तुम् ॥ इति श्रीतपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कारश्रीमद्विजयकमलसूरीश्वरचरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा सङ्कलितायां सूत्रार्थमुक्तावल्यां समवायाङ्गलक्षणा પવમી મુplસરા વૃત્તા | આ બારમા અંગનું નિત્યત્વ છે. એનું સન્માન કરનારાઓને શું ફળ મળે છે તથા એની વિરાધના કરનારાને શું ફળ મળે તે કહે છે. આ દ્વાદશાંગ ગણિપીટક ક્યારેય ન હતું એવું નથી કેમકે તે અનાદિ છે. અને ક્યારેય નથી હોતું એવું પણ નથી કેમકે સદાકાળ એનું અસ્તિત્વ છે. તેમજ ભવિષ્યમાં ક્યારેય નહીં હશે એવું પણ નથી કેમકે એ અપર્યવસિત એટલે અનંત છે. પરંતુ આ દ્વાદશાંગી ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. એ ત્રિકાળભાવિ છે, માટે અચલ છે અને આથી જ મેરુની જેમ ધ્રુવ = નિત્ય છે. આથી કરીને પંચાસ્તિકાય વિષે જેમ લોકવચન શાશ્વત છે, સમય આવલિકા વગેરેને વિષે જેમ કાલવચન શાશ્વત છે, એજ રીતે દ્વાદશાંગ પણ નિયત = નિત્ય શાશ્વત છે. એ શાશ્વત હોવાથી જ વાચના વગેરે આપવા છતાં એ ક્ષય પામતું નથી જેમ ગંગાસિંધુનો સતત પ્રવાહ વહેવા છતાં પદ્મહદ અક્ષય છે અક્ષય હોવાથી જ માનુષોત્તર પર્વતથી બહારના સમુદ્રની જેમ અવ્યય છે. અવ્યય હોવાથી જ જંબુદ્વીપની જેમ સ્વપ્રમાણમાં એ અવસ્થિત છે. અવસ્થિત હોવાથી આકાશની જેમ તે નિત્ય છે. આ દ્વાદશાંગીની વિરાધના કરી જીવો ચાતુરંત, સંસાર રૂપી કાંતારમાં રખડે છે, આ દ્વાદશાંગી સૂત્ર, અર્થ, ઉભય ભેદે ત્રિવિધ છે એની વિરાધના અનાજ્ઞા વડે થાય છે. સૂત્રની અનાજ્ઞા એટલે. પોતાના અભિનિવેશ | આગ્રહથી સૂત્રના ખોટા પાઠ રૂપ અનાજ્ઞાધારા ભૂતકાળમાં અનંતા જીવો આ સંસાર રૂપી જંગલમાં ભમ્યા છે જમાલિની જેમ (“કડે માણે કડે એ સૂત્રનો અભિનિવેશથી એણે અસ્વીકાર કર્યો) અર્થની અનાજ્ઞા પોતાના મતાગ્રહથી ખોટો અર્થ પ્રરૂપણા કરવી જેમ ગોઠામાહિલે કરી...
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy