________________
समवायांगसूत्र
५७५
ઉભય અનાજ્ઞા = પંચાચારના જ્ઞાની અને પંચાચાર પાલનમાં ઉદ્યત એવા ગુરુની આજ્ઞાનો અનાદર કરવા રૂપ છે. - ગુરુ વિરોધી દ્રોહી અનેક સાધુલિંગધારી શ્રમણોની જેમ ( તે બધા સંસારમાં ભમે છે)
વર્તમાન કાલમાં વિશિષ્ટ વિરાધકોની સંખ્યા સંખ્યાતી હોવાથી સંધ્યેય શબ્દ વાપર્યો છે. આ ત્રણેય પ્રકારની શાસ્ત્રજ્ઞા આરાધીને જીવો ચારગતિ રૂપ સંસારને ઓળંગી મુક્તિ પામ્યા છે. મુક્તિ પામે છે... અને તેટલા જ મુક્તિ પામશે.
આમ
સમવાયાંગ રૂપી સમુદ્રમાંથી
‘હું પહેલું, હું પહેલું' એમ હોડ કરતા
વિવિધ પદાર્થરૂપી મોતીઓ.
કોના મનને ઉત્કંઠિત નથી કરતા ?
પ્રશસ્તિઃ
એ પ્રમાણે શ્રી તપોગચ્છનભોમણિ શ્રીમદ્વિજયઆનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્વિજયકમલસૂરીશ્વર ચરણકમલમાં રહેલ ભક્તિવાન એવા તેઓશ્રીના પટ્ટધર વિજયલબ્ધિસૂરીશ્વર વડે સંકલિત કરેલ સૂત્રાર્થમુક્તાવલીમાં સમવાયાંગલક્ષણા પાંચમી મુક્તાસરિકા પૂર્ણ થઈ...
આ પાંચમી મુક્તાસરિકાનો ગુજરાતી ભાવાનુવાદ પૂ. દાદાગુરૂદેવશ્રીના પ્રપ્રશિષ્ય આ.શ્રી અજિતયશસૂ.એ પૂ. દાદાગુરૂદેવશ્રીની સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી સ્મૃત્યર્થે, જ્ઞાનાવરણીયના ક્ષય નિમિત્તે જ્ઞાનની આરાધના કરી.