SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ समवायांगसूत्र ५६३ નિયોજન = સ્વાધ્યાય પડિલેહણ વગેરે કાર્યોમાં અન્યને (કેવી રીતે) જોડવું તે (૯) ભાષા = સાધુની ભાષા = ૧ સત્ય ર અસત્ય અમૃષારૂપ ભાષા. (૧૦) સમિતિઓ = ઈર્ષા સમિતિ વગેરે પાંચ. (૧૧) ગુપ્તિ = મનોગુપ્તિ વગેરે ત્રણ, (૧૨) શય્યા = વસતિ (૧૩) ઉપધિ = વસ્ત્ર વગેરે. (૧૪) ભક્ત = અશન (ભોજન) (૧૫) પાન = (ઉકાળેલું) ઉષ્ણપાણી વગેરે. (૧૬) ઉદ્દગમઉત્પાદન-એષણા સંબંધી દોષોની શુદ્ધિ (૧૭) ઉદ્ગમ-ઉત્પાદન-એષણા દોષની શુદ્ધિથી શુદ્ધ આહારપાણી વગેરેનું જ ગ્રહણ કરવું તેમજ તેવા પ્રકારના કારણોમાં અશુદ્ધનું પણ ગ્રહણ કરવું. (૧૮) વ્રતો = મૂલગુણો (પ્રાણાતિપાત વિરમણ વગેરે) (૧૯) નિયમો = ઉત્તરગુણો (૨૦) તપ ઉપધાન = ૧૨ પ્રકારનો તપ (૨૧) આ બધી બાબતો સારી રીતે આચારાંગમાં કહેવાય છે. I૮૮ી अथ द्वितीयाङ्गवक्तव्यतामाहअचिरप्रव्रजितमुनिमनोगुणविशोधनाय स्वसमयसंस्थापकं सूत्रकृताङ्गम् ॥८९॥ अचिरेति, चिरप्रव्रजितास्तु मुनयो निर्मलमतयो भवन्ति, अहर्निशं शास्त्रपरिचयाद्बहुश्रुतसम्पर्काच्चेति । अचिरकालप्रव्रजिताश्च कुसमयश्रवणेन मोहिताः सन्दिग्धा वा भवेयुः, सोऽयं तेषां यो मनोगुणो बुद्धिपर्यायः स विपर्ययसंशयात्मकत्वेन कृत्सितप्रवृत्तिहेतुत्वादशुभकर्मफलः, तस्य विशोधनाय-निर्मलत्वाधानाय त्रीणि त्रिषष्टयधिकानि परसमयशतानि बहुभिः प्रकारैः प्रतिक्षेपं कृत्वा स्वसमयो-जैनसिद्धान्तः स्थाप्यते सूत्रकृतेन ॥८९॥ હવે બીજુ અંગ (સુયગડાંગ) (સૂત્રકૃતાંગ) તેમાં શું વક્તવ્યતા (કથનો) છે તે કહે છે. ચિરપ્રવ્રજિત = એટલે લાંબા દિક્ષા પર્યાયવાળા તો નિર્મલ મતિવાળા હોય છે કેમકે રાત દિવસ શાસ્ત્રનો પરિચય અને બહુશ્રુત વ્યક્તિનો સંપર્ક સત્સંગ તેમને થયેલો હોય છે. પરંતુ) અચિરકાલ પ્રવ્રજિત = અલ્પ સમયના દીક્ષિત મુનિએ - કુશાસ્ત્રોના શ્રવણ (કે વાંચન) થી મોહિત બનેલા હોય છે. સંદેહવાળા પણ હોય છે. તેઓનો આ મનોગુણ એટલે બુદ્ધિનો પર્યાય વિપરીતતાવાળો ને સંશયાત્મક હોવાથી - ખરાબ (ખોટી) પ્રવૃત્તિનું કારણ બનતો હોવાથી અશુભ કર્મ બંધાવનારો હોય છે. તેથી તેની મતિને વિશુદ્ધ નિર્મલ અને ચોખ્ખી કરવા માટે ૩૬૩ પરસમયો = પાખંડી મતો ને ઘણી રીતે ખંડન કરીને સ્વસમય = જૈન સિદ્ધાંતનું સ્થાપન આ સૂત્રકૃતાંગ આગમ દ્વારા કરવામાં આવે છે. તેટલા अथ तृतीयाङ्गवक्तव्यतामाह जीवादीनां द्रव्यगुणक्षेत्रकालपर्यवा एकादिविधवक्तव्यताश्च स्थाप्यन्ते स्थानेन I૬૦ગા.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy