________________
જનન છે.
समवायांगसूत्र
५६१ પ્રથમ મેખલામાં રહેલા ૫૦૦ યોજન ઉંચાઈ વાળા આઠ શિખરોના ગ્રહણથી નંદનવનનું ગ્રહણ થાય છે. અર્થાત્ મેરુપર્વતમાં ૫૦૦ યોજન ઉંચાઇથી નંદનવન શરૂ થાય છે. તે ૫૦૦ યોજન ઉંચા આઠ શિખરોમાં વ્યસ્ત છે. માટે નંદનવન ૫૦૦ યોજનાનું છે.
હવે પાંડુકવન એ મેરુ પર્વતના સૌમનસવનના બહુ સમ ભૂમિભાગથી ૩૬000 યોજના ઉપર આવીને આજ મંદર | મેરુ પર્વતના શિખર પર રહેલું છે. જે મેરુપર્વતના નીચેના ભાગથી ૯૯ હજાર યોજન ઉપર શિખર પર રહેલું છે. આ ૯૯૦00 યોજનમાં પ્રથમ મેખલાના ૫૦૦ યોજન ને નંદનવન ૫00 યોજન એટલે કે ૧૦00 યોજન બાદ કરતા નંદનવનથી પાંડુકવનનું ૯૮૦૦૦ યોજન આંતરું રહે છે.
હવે ૯૯ મા સમવાયની વાત શરૂ કરે છે.
મેરુપર્વત મૂળમાં ૧૦,૦00 યોજન પહોળો છે. ઉપર જતા નંદનવનના સ્થાનમાં ૯૯૫૪ યોજન + ૧ યોજન ૬/૧૧ ભાગ જેટલો મેરુગિરિની બાહ્ય પહોળાઈ છે. અને નંદનવનની અંદર રહેલા મેરુપર્વતની પહોળાઈ ૮૯૫૪ યોજન + ૧ યોજન ૬/૧૧ ભાગ છે અને નંદનવન ૫૦૦ યોજન પહોળાઈનું છે.
નંદનવનની અંદરનો મેરુગિરિની પહોળાઈ ૮૯૫૪ યોજન + ૧ યોજનના ૬/૧૧ ભાગમાં પૂર્વ તરફના ૫૦૦ યોજનનું નંદનવન અને પશ્ચિમ તરફના ૫૦૦ યોજનાનું નંદનવન એમ દ્વિગુણનંદનવનનું માપ ઉમેરતા પ્રાયઃ ૯૯૦૦ યોજન જેવું થાય છે. એટલે નંદનવનના પૂર્વ છેડાથી નંદનવનના પશ્ચિમ છેડાનું અંતર ૯૯00 યોજન લગભગ છે. ll૮૬ll
प्रतिमया लब्धलब्धिका मुनयो नन्दनवनादौ यान्तीति प्रतिमाविशेषमाहदशदशमिका भिक्षुप्रतिमा रात्रिंदिवशतेनेति ॥८७॥
दशेति, दश दशमानि यस्यां सा दशदशमिका यस्यां हि दिनानां दशदशकानि भवन्ति, दशदशकानि शतं दिनानां, तत्र च प्रथमे दशके प्रतिदिनमेकैका भिक्षा द्वितीये द्वे द्वे एवं यावद्दशमे दश दशेत्येवं सर्वभिक्षासंकलने सार्द्धपंचशतानि भिक्षामानम् । इतिशब्दः संख्याक्रमेण स्थानवर्णनसमाप्तिसूचकः, पञ्चाशतादिवृद्धया कोटीकोट्यन्तानां समवायोऽस्य ग्रन्थस्य साररूपत्वान्न निरूप्यत इति भावः ॥८७॥
પ્રતિમા દ્વારા લબ્ધિ પ્રાપ્તિવાળા મુનિઓ નંદનવન વગેરેમાં જાય છે આથી હવે પ્રતિમા વિશેષની વાત (૧૦૦ મા સમવાયમાં) જણાવે છે.
૧૦ વાર જેમાં દશમો દિવસ આવે તેનું નામ દશદશમિકા - જે પ્રતિમામાં દશ દશ દિવસના ૧૦ ઝુમખાં હોય તે પ્રતિમા દશદશમિકા છે.