________________
५६०
सूत्रार्थमुक्तावलिः આવા આ જીવ વડે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ રૂપ સામાન્ય રીતે કર્મબંધના કારણો દ્વારા જે કરાય તે કર્મ અર્થાત્ અંજનથી પૂર્ણ ભરેલા ડાભડા જેવા પુદ્ગલથી ભરેલા આ લોકમાં ક્ષીરનીરન્યાય અથવા અગ્નિ અને લોઢાના ગોળાની જેમ એકમેક ભાવે. કાશ્મણ વર્ગણાના દ્રવ્યને આત્માની સાથે મિથ્યાત્વાદિ કર્મબંધના કારણો દ્વારા સંબદ્ધ કરાય તે કર્મ છે.
આત્મારૂપે સકલ આત્મા સમાન છે. પણ તે આત્માઓમાં ૧ દેવ ૧ અસુર ૧ મનુષ્ય કોઈ તિર્યંચ વગેરે તથા કોઇ રાજા કોઈ રંક કોઇ બુદ્ધિશાળી કોઈ મૂર્ખ વગેરે. જે વિચિત્રતાઓ છે. તેનું કારણ તરીકે આ કર્મ સિદ્ધ થાય છે.
મિથ્યાત્વાદિ ૪ હેતુઓ વડે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, અંતરાય, આયુષ્ય, નામ અને ગોત્ર રૂપે આઠ પ્રકારે કર્મ બંધાય છે.
આ આઠ એ કર્મની મૂળ પ્રકૃતિઓ છે. તેની ઉત્તર પ્રવૃતિઓ પણ છે. જેમ કે જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણની ૯, વેદનીયની ૨, મોહનીયની ૨૮, અંતરાયની ૫, આયુષ્યની ૪, નામની ૪૨, ગોત્રની ૨ સર્વ મળીને ૯૭ ઉત્તરપ્રકૃતિ છે. Iટપા.
पृथ्वीमयनन्दनस्य कर्मप्रकृतिजातत्वात्तदाश्रयेणाह
नन्दनवनस्योपरिष्टाच्चरमान्ततः पाण्डुकवनस्याधस्तनचरमान्तं यावदष्टनवतिर्योजनसहस्त्राण्यन्तरं नन्दनवनस्य पूर्वचरमान्तात्पश्चिमचरमान्तं यावन्नवनवतिर्योजनशतानि च TI૮દ્દા
नन्दनवनस्येति, नन्दनवनं मेरोः पञ्चयोजनशतोच्छ्रितप्रथममेखलाभाविपञ्चयोजनशतोच्छ्रितं तद्गततावन्मानोच्छ्रितकूटाष्टकस्य तद्ग्रहणेन ग्रहणात्, पाण्डुकवनं सौमनसवनस्य बहुसमभूमिभागादूर्ध्वं षट्त्रिंशद्योजनसहस्राण्युत्प्लुत्यास्मिन्मन्दरपर्वते शिखरतले वर्तमानम्, तत्र नवनवत्या मेरोरुच्चस्त्वस्याद्ये सहस्रेऽपकृष्टे यथोक्तमन्तरं भवति । मेरोविष्कम्भो मूले दशसहस्राणि, नन्दनवनस्थाने तु नवनवतिर्योजनशतानि चतुःपञ्चाशच्च योजनानि षट् योजनैकादशभागा बाह्यो गिरिविष्कम्भो नन्दनवनाभ्यन्तरस्तु मेरुविष्कम्म एकोननवतिः शतानि चतुःपञ्चाशदधिकानि षट् चैकादशभागास्तथा पञ्चशतानि नन्दनवनविष्कम्भः, तदेवमभ्यन्तरगिरिविष्कम्भो द्विगुणनन्दनवनविष्कम्भश्च मिलितो यथोक्तमन्तरं प्रायो भवतीति ॥८६॥
નંદનવને એ પૃથ્વીમય છે. ને એ પણ કર્મપ્રકૃતિથી જન્મેલું છે. તેના આધારે (૯૮ મા ૯૯ માં સમવાયમાં) તેની વાત કહે છે.
નંદનવન એ મેરુ પર્વત માં ૫૦૦ યોજન ઉંચાઈ પર રહેલી પ્રથમ મેખલામાં રહેલું ૫૦૦ યોજનની ઉંચાઈવાળું છે.