________________
समवायांगसूत्र
५५१
અને વાયુનિકાયની ૭ લાખ યોનિ... વનસ્પતિકાય બે પ્રકારના છે. પ્રત્યેક અને અનંતકાય તેમાં પ્રથમ નિકાયમાં ૧૦ લાખ યોનિ અને અન્ય નિકાયમાં ૧૪ લાખ યોનિ, વિકલેન્દ્રિયમાં બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય ત્રણે પ્રકા૨ના એક એકમાં ૨ લાખ ૨ લાખ ૨ લાખ યોનિ, ચાર લાખ યોનિ નારકોની, ચારલાખ યોનિ દેવતાઓની અને ૧૪ લાખ યોનિ મનુષ્યોમાં સર્વસંખ્યા ને મેળવતા ૮૪ લાખ યોનિ થાય છે.
શંકા અહિંયા એ થાય છે કે જીવો અનંત છે તો એને ઉત્પન્ન થવાના સ્થાન પણ અનંત હોવા જોઇએ પરંતુ, એમ ન કહેવું અનંત જીવો હોવા છતાં એના આધાર ભૂત લોક માત્ર અસંખ્યાત પ્રદેશનો જ છે. જેથી કરીને પ્રત્યેક સાધારણ (અનંત જીવો) ના જીવોના પણ શરીરો અસંખ્યાત જ છે.
સારું તો પછી, અનંત જીવોની યોનિ અસંખ્યાત માનો આવું પણ નહી કહેવું કેમ કે... કેવલી દૃષ્ટ કેટલાક વર્ણ ધર્મથી સમાન જીવો. ઘણા (યાવત્ અનંતા) હોય તો પણ તેઓનું એક જ ઉત્પત્તિસ્થાન (યોનિ) માનવું ઇષ્ટ છે. તેથી અનંત જીવો હોય તો પણ કેવલિ ભગવંત દ્વારા વિવક્ષિત વર્ણાદિની સમાનતાથી અને પરસ્પર ભાવની ચિંતાથી ૮૪,૦૦,૦૦૦ (૮૪ લાખ) જ યોનિઓ હોય છે એનાથી ઓછી પણ નહી અને એનાથી અધિક પણ નહી. II૭૪
योनिपरिभ्रमणनिवर्तकविशिष्टज्ञानक्रियोद्योतकोद्देशनकालानाह
सचूलिकाचारस्य पञ्चाशीतिरुद्देशनकालाः ॥७५॥
सचूलिकेति, द्वितीयश्रुतस्कन्धयुतस्याचाराङ्गस्य नवाध्ययनात्मकप्रथम श्रुतस्कन्धस्य पञ्चाशीतिरुद्देशनकाला भवन्ति, तत्र प्रथम श्रुतस्कन्धे नवस्वध्ययनेषु क्रमेण सप्त षट् चत्वारश्चत्वारः षट् पञ्चाष्टचत्वारः सप्त चेति उद्देशनकालाः, द्वितीयश्रुतस्कन्धे तु प्रथमचूलिकायां सप्तस्वध्ययनेषु क्रमेणैकादश त्रयस्त्रयः चतुर्षु द्वौ द्वौ द्वितीयायां सप्तैकसराणि अध्ययनान्येवं तृतीयैकाध्ययनात्मिका, एवं चतुर्थ्यपीति सर्वमीलने पञ्चाशीतिरिति, निशीथन्तु भिन्नप्रस्थानमिति न गृह्यते ॥७५॥
યોનિઓના પરિભ્રમણથી અટકાવનારા જ્ઞાન અને ક્રિયાને પ્રકટ કરનારા આચારાંગશાસ્ત્રનો ઉદ્દેશન કાલગ્રહણો (૮૫ મા સમવાયમાં) કહે છે.
દ્વિતીય શ્રુતસ્કંધ યુક્ત આચારાંગના નવ અધ્યયન રૂપ પ્રથમ શ્રુતસ્કંધના ૮૫ ઉદ્દેશાના કાલગ્રહણો છે.
તેમાં પ્રથમ શ્રુતસ્કંધમાં ક્રમસર ૭+૬+૪+૪+૬+૫+૮+૪+૭ = આટલા ઉદ્દેશના કાલગ્રહણો છે.