________________
समवायांगसूत्र
५३९ તેમાં બધા જ બંધાતા કર્મોમાં પોતાનો અબાધાકાળ છોડીને પછી કર્મદલિકનો નિક્ષેપ (સ્થાપના) થાય છે.
તેમાં – પહેલી એક સમયની સ્થિતિમાં સહુથી વધુ પુષ્કળ કર્મ દળીયાનું દ્રવ્ય નાંખે છે. તે પછી બીજે સમયે વિશેષહીન એનાથી ત્રીજે સમયે વિશેષહીન કર્મદલિક દ્રવ્ય નાંખે છે. આમ જયાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું કમંદલિક આવે છે ત્યાં સુધી વિશેષહીન - વિશેષહીન કર્મદલિકનો નિષેક (રચના વિશેષ) થાય છે. આ જ કર્મ નિષેક છે.
મોહનીય કર્મની ઉત્કૃષ્ટ અનુભવ રૂપ સ્થિતિ ૭૦૦૦ વર્ષ (અબાધાકાલથી) ન્યૂન એ ૭૦ કોડાકોડી સાગરોપમ છે ને કર્મ નિષેક પણ એટલી જ સ્થિતિવાળો થાય છે. દરા
स्थितिः कालविशेषः स च सूर्यावृत्तेर्भवतीत्यावृत्तिमानमाहसूर्यश्चतुर्थचन्द्रसंवत्सरस्य हैमन्ते एकसप्ततिदिनेऽतिक्रान्ते आवृत्तिं करोति ॥६३॥
सूर्य इति, प्रथमतश्चन्द्रसंवत्सरत्रये दिनानां सहस्रं द्विनवतिः षट्विषष्टिभागा भवन्ति, आदित्यसंवत्सरे दिनानां शतत्रयं षट्षष्टिश्च भवन्ति, तत्रितये च सहस्रमष्टनवत्यधिकं भवति, चन्द्रयुगमादित्ययुगञ्चाषाढ्यामेकं पूर्यतेऽपरञ्च श्रावणकृष्णप्रतिपद्यारभ्यते, एवञ्चादित्ययुगसंवत्सरत्रयापेक्षया चन्द्रयुगसंवत्सरत्रयं पञ्चभिर्दिनैः षट्पञ्चाशता च दिनद्विषष्टिभागैरूनं भवतीति कृत्वाऽऽदित्ययुगसंवत्सरत्रयं श्रावणकृष्णपक्षस्य चन्द्रदिनषट्के साधिके पूर्यते, चन्द्रयुगसंवत्सरत्रयन्त्वाषाढ्याम्, ततश्च श्रावणकृष्णपक्षसप्तमदिनादारभ्य दक्षिणायनेनादित्यश्चरन् चन्द्रयुगचतुर्थसंवत्सरस्य चतुर्थमासान्तभूतायां अष्टादशोत्तरशततमदिनभूतायां कार्तिक्यां द्वादशोत्तरशततमे स्वकीयमण्डले चरति, ततश्चान्यान्येकसप्ततिर्मण्डलानि तावत्स्वेव दिनेषु मार्गशीर्षादीनां चतुर्णा हैमन्तमासानां सम्बन्धिषु चरति, ततो द्विसप्ततितमे दिने माघमासे बहुलपक्षत्रयोदशीलक्षणे सूर्यः दक्षिणायनान्निवृत्त्योत्तरायणेन चरतीति ॥६३||
સ્થિતિ એટલે કાલવિશેષ: તે સૂર્યની આવૃત્તિ દ્વારા સર્જાય છે. માટે (૭૧ મા સમવાય માં) આવૃત્તિનું પ્રમાણ કહે છે.
સૂત્રાર્થ - ચોથો ચન્દ્ર સંવત્સરના હેમન્ત માસ સંબંધી ૭૧ દિવસ વ્યતીત થયે છતે (૭૨ મા દિવસથી) સૂર્ય દક્ષિણાયન પૂર્ણ કરી ઉત્તરાયણથી ચાલે છે. (આ પાછા ફરવું. તે જ આવૃત્તિ છે)
પ્રથમ તો ત્રણ ચંદ્ર સંવત્સરના દિવસો ૧૦૯૨ ૬/૬૨ જેટલા થાય છે. અને (૩) સૂર્ય સંવત્સરના દિવસો ૧૦૯૮ થાય છે. કેમકે એક સૂર્ય સંવત્સરના ૩૬૬ દિવસ છે.
૧ ચંદ્ર યુગ (૫ વર્ષ) અને ૧ સૂર્ય યુગ બન્ને અષાઢમાં પૂર્ણ થાય છે. અને બીજા ચંદ્રયુગનો અને સૂર્યયુગનો પ્રારંભ શ્રાવણ કૃષ્ણ પ્રતિપદા (શ્રાવણ વદ-૧) થી શરૂ થાય છે.