________________
५३८
सूत्रार्थमुक्तावलिः સમયક્ષેત્રમાં જ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો લાભ થાય છે. તેથી ૭૦ મા સમવાયમાં સર્વકર્મના મૂળભૂત એવા મોહનીયકર્મની સ્થિતિ હવે કહે છે.
જેમ તેલના વિલેપનથી લેપાયેલો પુરુષ માટીની રજકણને પોતાના દેહ પર ખેંચે છે. તેવી જ રીતે રાગ દ્વેષની ચીકાશથી ભીંજાયેલ સ્વરૂપવાળો શુભ કે અશુભ અધ્યવસાયવાળો જીવ. પોતાના આઠ રૂચકપ્રદેશને છોડીને સર્વ આત્મ પ્રદેશો દ્વારા, ૧. પુણ્ય અને પાપ રૂપ કર્મને યોગ્ય ૨. અતિસૂક્ષ્મ નહી કે અતિ બાદર નહી. ૩. પોતે જે પ્રદેશોને અવગાહીને રહ્યો છે. તેનાથી ભિન્નપ્રદેશોને અવગાહીને રહેલા એવા કાર્મણ વર્ગણાના દ્રવ્યને નહી પણ એજ પ્રદેશને અવગાહીને રહેલા કામણ વર્ગણાગત દ્રવ્યને ગ્રહણ કરે છે.
કામણવર્ગણાગત એ દ્રવ્ય શુભ કે અશુભ વિશેષણથી વિશિષ્ટ નથી હોતું પણ તેને ગ્રહણ કરનાર જીવ એને તત્પણ શુભ કે અશુભમાં ફેરવી નાંખે છે.
જીવના પરિણામના આશ્રયે કર્મનો તેવો શુભાશુભ સ્વભાવ બને છે.
જીવનો શુભાશુભ પરિણામ જ તેવો હોય છે. જે લઈને ગ્રહણ (કર્મના) સમયે જ કર્મોનું શુભાશુભત્વ જન્માવે છે. કર્મયુક્ત જીવનો પણ તેવો કોઈ સ્વભાવ છે. જેના દ્વારા શુભ કે અશુભ રૂપે કર્મને પરિણાવીને જ તે કર્મ ગ્રહણ કરે છે. તો કર્મનો પણ તેવો સ્વભાવ કોઇક વર્તે છે, જેના દ્વારા શુભાશુભ પરિણામથી યુક્ત જીવ દ્વારા ગ્રહણ કરાતા જ તે પણ શુભાશુભ રૂપે પરિણમી જાય છે.
તેમજ કર્મની પ્રકૃતિ-સ્થિતિ અને રસનુ વૈચિત્ર્ય અને પ્રદેશનું અલ્પત્વ કે બહુભાગત્વનું વૈચિત્ર્ય પણ જીવ કર્મના ગ્રહણ સમયે જ કરી દે છે. તેમાં અધ્યવસાય વિશેષથી ગ્રહણ કરાયેલા કર્મદલિકનો (એક) સ્થિતિકાલ નક્કી થવો તે સ્થિતિ બંધ છે.
સ્થિતિ પણ બે પ્રકારની છે. ૧. કર્મને કર્મપણે સ્થાપવા માત્ર રૂપ અને કર્મના અનુભવ રૂપ એમાં મોહનીય કર્મની કર્મરૂપે રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની છે. અને એમાંથી અબાધાકાલ રૂપ સ્થિતિને બાદ કરતા બાકી રહેલી સ્થિતિ એ અનુભવ રૂપ સ્થિતિ છે.
જે કર્મની જેટલા કોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય છે. એ કર્મની એટલા સો વર્ષનો અબાધાકાલ હોય છે. જેમકે, મોહનીય કર્મની ૭૦ કોડાકોડી સાગરોપમ તો ૭૦ સો. એટલે ૭000 વર્ષ રૂ૫ એનો અબાધાકાલ હોય છે. ત્યારે (૭000 વર્ષ સુધી) એ મોહનીય કર્મ ઉદયમાં નથી આવતું. એટલા વર્ષ ન્યૂન એવા ૭૦ કોડાકોડી સાગરોપમ અનુભવ રૂપ સ્થિતિ છે.
કર્મદલિકનો નિષેક પણ તેટલા પ્રમાણનો ત્યારે જ રચાઈ જાય છે.
કર્મદલિક નિષેક એટલે જે પૂર્વકાળમાં નિષેક પામ્યા છે. વિશિષ્ટ રચના) તેવા જ્ઞાનાવરણીયાદિ કર્મોના દળીયાઓનો અનુભવ કરવા માટે ઉદયમાં પ્રવેશ કરાવવો.