________________
सूत्रार्थमुक्तावलिः
નક્ષત્રમાસો સમયક્ષેત્રમાં થનારા છે. તેથી સમયક્ષેત્ર વિશેષ એવા ધાતકીખંડની ૬૮ મા સમવાયમાં વક્તવ્યતા કહે છે.
५३६
ધાતકી ખંડમાં ૬૮ ચક્રવર્તિઓની વિજય રાજધાની છે. જેમાં ઉત્કૃષ્ટથી ૬૮ અરિહંતો ચક્રવર્તીઓ બલદેવો ને વાસુદેવો થાય છે. આ સૂત્રાર્થની સ્પષ્ટતા કરતા ટીકાકાર ટીકામાં કહે છે
કે...
જોકે ચક્રવર્તીઓ ને વાસુદેવો એક જ સમયે ૬૮ હોવા સંભવતા નથી.
અને જઘન્યથી પણ એક એક મહાવિદેહમાં ચાર/ચાર તીર્થંકરો અવશ્ય હોય છે એવું સ્થાનાંગ વગેરેમાં કહ્યું છે.
એક જ ક્ષેત્રમાં, એકજ સમયે ચક્રવર્તીને વાસુદેવ નથી હોતા કેમકે આ જ ૬૮ વિજયોમાં ૬૮ ચક્રવર્તીને ૬૮ વાસુદેવો થાય છે. (એક સાથે ચક્રવર્તી ૬ ખંડમાં આધિપત્ય કરે ને. ૩ ખંડમાં વાસુદેવ આધિપત્ય કરે. વિજયના ૬ ખંડ બે આધિપત્ય સંભવી ન શકે) તો પણ એક જ સમયે એ વિવક્ષા નથી. જુદા જુદા કાલની અપેક્ષાએ ચક્રવર્તી ૬૮ ને વાસુદેવો ૬૮ આ અડસઠ વિજયોમાં થાય છે. ભિન્ન કાલમાં ચક્રવર્તી વાસુદેવની ૬૮ સંખ્યા અવિરૂદ્ધ છે. II૬ના
समयक्षेत्रविशेषवक्तव्यतानन्तरं तत्सामान्याश्रयेण वर्षादीनाह
वर्षाणि वर्षधराश्च मेरुवर्जा एकोनसप्ततिः समयक्षेत्रे ॥ ६१ ॥
वर्षाणीति, भरतहैमवतहरिवासमहाविदेहरम्यकहैरण्यवतैरवतानि क्षेत्राणि सप्त, तत्राद्यानि त्रीणि मेरोर्दक्षिणेन, अन्त्यानि त्रीणि तस्योत्तरेण महाविदेहश्च मेरोः पूर्वेण पश्चिमेन च, वर्षं क्षेत्रविशेषं धारयंते-व्यवस्थाप्यंत इति वर्षधराः, ते च हिमवान् महाहिमवान् निषध नीलवान् रुक्मी (रूप्यः) शिखरी मन्दरश्चेति सप्त, आद्यास्त्रयो मेरोर्दक्षिणेन ततस्त्रयः तस्योत्तरेण मेरुर्मध्ये, इत्येकमेर्वपेक्षया वर्षाणि वर्षधरपर्वताश्च त्रयोदश, मेरुवर्जनात् समयक्षेत्रे पञ्च मन्दरा इति तदपेक्षया पञ्चषष्टिर्वर्षाणि वर्षधराश्च चत्वार एवेषुकाराः, सर्वसंख्यया चैकोनसप्ततिरिति
॥૬॥
સમયક્ષેત્ર વિશેષ ના કથન બાદ સમયક્ષેત્રમાં સામાન્યથી વર્ષ ક્ષેત્રો વર્ષધરો વગેરે ૬૯ મા સમવાયમાં હવે કહે છે.
ભરત, હૈમવત, હરિવાસ, મહાવિદેહ, રમ્યક્, હૈરણ્યવત્, ઐરવત એમ ૭ ક્ષેત્રો છે. તેમાં ૩ મેરુપર્વતની દક્ષિણ તરફ છે. છેલ્લા ત્રણ તેની (મેરુની) ઉત્તરમાં છે. અને મેરુથી પૂર્વ અને પશ્ચિમમાં મહાવિદેહક્ષેત્ર છે. વર્ષ = ક્ષેત્ર વિશેષ એ ક્ષેત્ર વિશેષ ને જે ધારણ કરે અલગ ક્ષેત્ર તરીકે સ્થાપે તે વર્ષધરો (પર્વતો) છે. અને તે વર્ષધર - હિમવાન્, મહાહિમવાન્, નિષધ,
–