________________
सूत्रार्थमुक्तावलिः મહાવિદેહથી દક્ષિણે... હરિવર્ષ ક્ષેત્રની ઉત્તરે... પૂર્વીય લવણ સમુદ્ર જલના પશ્ચિમમાં.. અને પશ્ચિમીય લવણ સમુદ્રજલના પૂર્વમાં... જંબુદ્વીપમાં નિષધનામનો વર્ષધર પર્વત છે. જે ભૂપ્રદેશમાં ૧૦૦ યોજન ગડાયેલો છે. અને ઉર્ધ્વમાં ચારસો યોજન ઊંચો છે. કેમકે મેરુને છોડીને સમય ક્ષેત્રના સર્વ પર્વતો પોતાની બહારની ઉંચાઈના ચોથા ભાગ જમીનમાં ગડાયેલા હોય છે. વળી ૧૬ હજાર ૮૪૨ યોજન તથા એક યોજન ૨/૧૯ ભાગ લંબાઇમાં છે કેમકે મહાહિમવાનું પર્વત કરતા દ્વિગુણ લંબાઈવાળો નિષધ છે. આખાય નિષધ પર્વતના સંસ્થાનમાં ઘણા કુટો એટલે કે શિખરો રહેલા છે. વળી નિષધનામનો દેવ આ પર્વતનો અધિપતિ છે.
તે પર્વતની ઉપર અને તેવી જ રીતે મહાવિદેહથી ઉત્તરમાં રમ્યફવર્ષ ક્ષેત્રથી દક્ષિણમાં પૂર્વ લવણ સમુદ્રથી પશ્ચિમ તરફ અને પશ્ચિમ લવણ સમુદ્રથી પૂર્વ તરફ નિષધ જેવા જ સમાન પ્રમાણવાળો નીલવતુ નામનો વર્ષધર પર્વત છે. જેનો અધિષ્ઠાયક દેવ નીલવતુ નામનો છે. આ નીલવત્ પર્વતની ઉપર... (આમ નિષધ અને નીલવત્ પર્વતની ઉપર) સૂર્યના ૬૩ મંડલો થાય છે.
જ્યારે ૧ મંડલ હરિવર્ષ નામના ક્ષેત્રમાં. અને એક મંડલ રમ્યફ નામના ક્ષેત્રમાં સૂર્યનું થાય છે. આમ ૬૩+૨=૨૫ મંડલ થાય છે. પપા
केचित्प्रतिमाविशेषभृतो ज्योतिष्कदेवत्वेनोत्पद्यन्त इति प्रतिमाविशेषमाहअष्टाष्टमिका प्रतिमा चतुःषष्टिरात्रिंदिवप्रमाणा ॥५६॥
अष्टेति, अष्टावष्टमानि दिनानि यस्यां साऽष्टाष्टमिका, यस्यां ह्यष्टौ दिनाष्टकानि भवन्ति, प्रतिमा-भिक्षूणामभिग्रहविशेषः, अष्टौ अष्टकानि यतोऽसौ भवति अतश्चतुष्षष्ट्या रात्रिंदिवैः सा पालिता भवति, तथा प्रथमेऽष्टके प्रतिदिनमेकैका भिक्षा द्वितीये द्वे द्वे यावदष्टमे अष्टावष्टाविति सङ्कलनया द्वे शते भिक्षाणामष्टाशीत्यधिके भवतः ॥५६॥
કેટલાક પ્રતિમા વિશેષને ધારણ કરનારા જીવો જયોતિષ્ક દેવ તરીકે ઉત્પન્ન થાય છે. તે પ્રતિમા વિશેષને ૬૪ મા સમવાયમાં કહે છે.
જેમાં (પ્રતિમામાં) આઠ આઠમા દિવસો આવે છે તે અષ્ટાબ્દિકા નામની આઠમી પ્રતિમા છે. જે પ્રતિમામાં આઠ આઠ દિવસના સમૂહો હોય છે. આ પ્રતિમા એટલે સાધુનો અભિગ્રહ વિશેષ, જેમાં દિવસોના આઠ અષ્ટક હોય છે. એટલે ૮૮૮ = ૬૪ રાત્રિ દિવસોથી તે પરિપાલિત થાય છે.
આ પ્રતિમાના પહેલા અષ્ટકમાં એક એક ભિક્ષા, બીજામાં બે બે એમ કરતા આઠમાં અષ્ટકમાં આઠ આઠ ભિક્ષાચર્યા કરવાની હોય છે બધી મળીને ૨૮૮ ભિક્ષા તેમાં થાય છે. //પી. प्रतिमावाहका अवश्यं वैमानिका भवन्तीति तद्वक्तव्यतामाहसौधर्मावतंसकस्य प्रतिदिशं पञ्चषष्टिींमानि ॥५७॥