________________
५३०
सूत्रार्थमुक्तावलिः
एकस्य रात्रिंदिवस्य द्वात्रिंशद्वाषष्टिभागाः, रात्रिंदिवं च त्रिंशन्मुहूर्त्तकरणार्थमेकोनत्रिंशता गुण्यते, जातान्यष्टौ शतानि सप्तत्यधिकानि मुहूर्तानाम् । येऽपि द्वाषष्टिभागा रात्रिंदिवस्य तेऽपि मुहूर्त्तसत्का भागकरणार्थं त्रिंशता गुण्यन्ते, जातानि नवशतानि षष्ट्यधिकानि तेषां द्वाषष्ट्या भागो ह्रियते लब्धाः पञ्चदश मुहूर्त्ताः ते मुहूर्त्तराशौ प्रक्षिप्यन्ते जातानि मुहूर्तानामष्टौ शतानि पञ्चाशीत्यधिकानि शेषाश्च त्रिंशद्वाषष्टिभागा मुहूर्तस्य । तत्र चन्द्रश्चत्वारि मुहूर्त्तशतानि द्वाचत्वारिंशदधिकानि षट्चत्वारिंशतञ्च द्वाषष्टिभागान् मुहूर्त्तस्य यावदपवृद्धिं गच्छति - राहुविमानप्रभया रज्यते, प्रतिपत्तिथौ परिसमाप्नुवत्यां परिपूर्णं प्रथमं पञ्चदशं भागं यावद्रज्यते, एवं द्वितीयादितिथिषु यावत्पञ्चदश्यां तिथौ परिसमाप्नुवत्यां परिपूर्णं पञ्चदशभागं यावत्, तस्याश्च पञ्चदश्याश्चरमसमये चन्द्रः सर्वात्मना राहुविमानप्रभया रक्तो भवति, यस्तु षोडशो भागो द्वाषष्टिभागद्वयात्मकोऽनावृत्य तिष्ठति स स्तोकत्वाददृश्यत्वाच्च न गण्यते ॥५४॥
યુગ ચંદ્રમાસથી ગર્ભિત છે. માટે ચંદ્રની પ્રતિદિન અવસ્થાને હવે (૬૨મા સમવાયથી) કહે છે. પક્ષ એટલે કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષમાં ચન્દ્રની હાનિ અને વૃદ્ધિ ૮૮૫ મુહૂર્ત અને એકમુહૂર્તના બાંસઠીયા ૩૦ ભાગ એટલે કે ૩૦/૬૨ જેટલી થાય છે. (વૃદ્ધિ ને હાનિ બન્ને થઇને)
એક ચંદ્રમાસમાં એક પખવાડીયામાં ચંદ્રની વૃદ્ધિ થાય છે અને એક પખવાડીયામાં ચંદ્રની હાનિ થાય છે.
એક ચંદ્રમાસનું પરિમાણ / માપ ૨૯ રાત્રિદિવસ અને એક રાત્રિદિવસના ૩૨ બાંસઠીયા ભાગ. (અર્થાત્ ૩૨/૬૨ ભાગ)
હવે (૨૯) રાત્રિદિવસ ત્રીસ/ત્રીસ મુહૂર્તો કરવા માટે ૨૯ રાત્રિદિવસને ત્રીસ વડે ગુણવાથી ૮૭૦ મુહૂર્ત થયા.
ઉપરોક્ત ચન્દ્રની વૃદ્ધિહાનિનું ગણિત નીચે પ્રમાણે સમજવું...
૧. ચંદ્રમાસમાં ચંદ્રની વૃદ્ધિ હાનિ ૮૮૫ મુહૂર્ત અધિક, મુહૂર્ત ૩૦/૬૨ ભાગ
૧. ચંદ્રમાસ = ૨૯ રાત્રિદિવસ અધિક એક રાત્રિદિવસના ૩૨/૬૨ ભાગ
૧. રાત્રિદિવસ = ૩૦ મુહૂર્ત તેથી ૨૯ રાત્રિદિવસને ૩૦ મુહૂર્તનો ગુણાકાર કરતા ૨૯ ૪ ૩૦ = ૮૭૦ મુહૂર્ત થયા
બાકીના ૧ રાત્રિદિવસ ૩૨/૬૨ ભાગને મુહૂર્તમાં ફેરવવા ૩૨/ ૬૨ ૩૦ = ૯૬૦/૬૨ એને ૬૨ વડે ભાગતા ૧૫ મુહૂર્ત મલ્યા
૮૭૦ + ૧૫ = ૮૮૫ મુહૂર્ત થયા
બાંસઠીયા ભાગ શેષ બચ્યા તે મુહૂર્તના ૩૨/૬૨ ભાગ પ્રમાણ છે
તેથી ૮૮૫ મુહૂર્ત અને ૧ મુહૂર્તના ૩૨/૬૨ ભાગ એ ચંદ્રની હાનિ વૃદ્ધિનું માપ એક માસમાં નીકળ્યું.