________________
समवायांगसूत्र
५२९ સર્વ અભ્યન્તર મંડલનું પરિભ્રમણ ૩ લાખ ૧૫ હજાર ૮૯ યોજનોથી અધિક છે.
આ સર્વાત્યંતર મંડલમાં દિવસ ૧૮ મુહૂર્ત પ્રમાણ છે. ભરતક્ષેત્રના મનુષ્યોને સર્વાભ્યન્તરચારના વિચરણ કાલમાં ૪૭૨૬૩ યોજને તથા યોજનના સાઈઠીયા ૧૯ ભાગ ૧૯૬૦ સૂર્યનું ઉદયમન ચક્ષુનો વિષય બને છે. //પરા
कालविशेषमाश्रित्यैवाहऋतुमासेन युगस्यैकषष्टि ऋतुमासाः ॥५३॥
ऋतुमासेनेति, ऋतुहि लोकरूढ्या षष्ट्यहोरात्रप्रमाणो द्विमासात्मकस्तस्यार्द्ध मासोऽपि ऋतुरवयवे समुदायोपचारात्, ऋतुरेव मासः परिपूर्णत्रिंशदहोरात्रप्रमाणः ऋतुमासः कर्ममासः सावनमास इति वा व्यवहियते, युगश्च चन्द्रश्चन्द्रोऽभिवद्धितश्चन्द्रोऽभिवद्धितश्चेति पञ्चभिः संवत्सरैर्मीयमानः कालविशेषः स च प्रमाणेनाष्टादशशतमितः त्रिंशदुत्तराण्यहोरात्राणां भवति, तस्य च प्रमाणस्य त्रिंशता भागाहारे लब्धा एकषष्टिः ऋतुमासा इति ॥५३॥
કાલવિશેષને આશ્રયીને જ હવે (૬૧ મા સમવાયમાં) કહે છે.
લોકસઢિથી ઋતુ એ ૬૦ અહોરાત્ર પ્રમાણની હોય છે. બે માસરૂપ, પરંતુ અવયવમાં સમુદાયનો ઉપચાર કરી શકાય એ ન્યાયે તેનો અર્ધભાગ એટલે ૧ માસમાં પણ તે તે ઋતુનો ઉપચાર થાય માટે એક માસને ઋતુ માસ કહી શકાય...
ઋતુ એવો માસ એટલે પરિપૂર્ણ ત્રીસ દિવસનો ઋતુમાસ જેનો કર્મમાસ સાવનમાસ વગેરે પણ વ્યવહાર થાય છે.
એક ચંદ્ર સંવત્સર પુનઃ એક ચંદ્ર સંવત્સર પછી અભિવર્ધિત સંવત્સર પુનઃ ચંદ્રસંવત્સર અને વળી પાછો અભિવર્ધિત સંવત્સર આમ પાંચ સંવત્સરથી મપાતો કાલ વિશેષ એટલે યુગ કહેવાય છે.
(આમાં અધિકમાસથી યુક્ત વર્ષ એટલે અભિવર્ધિત સંવત્સર સમજવું)
આમ પાંચ સંવત્સરોનું પ્રમાણ ૧૮૩૦ અહોરાત્ર છે. તેને ૩૦ દ્વારા ભાગવાથી ૬૧ ઋતુમાસ થાય છે. //પ૩.
युगस्य चन्द्रमासगर्भितत्वेन चन्द्रस्य प्रतिदिनावस्थामाहपक्षयोः प्रत्यहं चन्द्रो द्विषष्टिभागान् हीयते वर्द्धते च ॥५४॥
पक्षयोरिति, कृष्णशुक्लपक्षयोरित्यर्थः, चन्द्रमसो वृद्ध्यपवृद्धी अष्टौ मुहूर्तशतानि पञ्चाशीत्यधिकानि, एकस्य मुहूर्तस्य त्रिंशतं द्वाषष्टिभागान् यावत् । एकस्य चन्द्रमासस्य मध्ये एकस्मिन् पक्षे चन्द्रमसो वृद्धिरेकास्मिंश्चापवृद्धिः, चन्द्रमासस्य परिमाणमेकोनत्रिंशद्रात्रिन्दिनानि