________________
५२८
सूत्रार्थमुक्तावलिः तात्त्विकम्, मण्डलप्रथमक्षणे यद्व्याप्तं क्षेत्रं तत्समश्रेण्येव यदि पुरः क्षेत्रं व्याप्नुयात् तदा तात्त्विकी मण्डलता स्यात्, तथा च सति पूर्वमण्डलादुत्तरमण्डलस्य योजनद्वयमन्तरं न स्यात्, सूर्यमण्डलक्षेत्रञ्च चक्रवालविष्कम्भतोऽवसेयम्, तत्र सूर्यः सर्वाभ्यन्तरं सर्वबाह्यञ्च सकृदेव संक्रामति शेषाणि तु द्वौ वारान्, सूर्यः पञ्चपञ्चयोजनसहस्राणि द्वे चैकपञ्चाशे योजनशते एकोनविंशतञ्च षष्टिभागान् योजनस्यैकैकेन मुहूर्तेन गच्छति, सर्वमपि हि मण्डलमेकेनाहोरात्रेण द्वाभ्यां सूर्याभ्यां परिसमाप्यते, प्रतिसूर्यञ्चाहोरात्रगणने परमार्थतो द्वावहोरात्रौ भवतः, द्वयोश्चाहोरात्रयोः षष्टि मुहूर्ताः, ततो मण्डलपरिरयस्य षष्ट्या भागे हृते यल्लभ्यते तन्मुहूर्तगतिप्रमाणम्, सर्वाभ्यन्तरमण्डलपरिरयः त्रीणि लक्षाणि पञ्चदशसहस्राणि एकोननवत्यधिकानि योजनानामिति । अस्मिन् सर्वाभ्यन्तरे मण्डले दिवसोऽष्टादशमुहूर्त्तप्रमाणः, भरतक्षेत्रगतानाञ्च मनुष्याणां सप्तचत्वारिंशता योजनसहस्राभ्यां त्रिषष्ट्यधिकाभ्यां योजनशताभ्यां एकविंशत्या च षष्टिभागैर्योजनस्य सर्वाभ्यन्तरमण्डलचारचरणकाले सूर्य उदयमानः चक्षुर्गोचरमायाति ॥५२॥
સૂર્યગતિના પરિમાણ વિશેષથી પણ ઋતુઓ થતી હોય છે. તેથી સૂર્યને આશ્રયીને જે ગતિ છે તે હવે કહે છે.
ઉદિત સ્થાન એટલે કે સૂર્યના ભ્રમણની ભૂમિ સૂર્યનું મંડલ.... આવા સૂર્યના મંડલો ટોટલ ૧૮૪ છે. ૬૫ જંબુદ્વીપમાં ૧૧૯ લવણ સમુદ્રમાં થાય છે. એક એક મંડલનો વિષ્કન્મ (વિસ્તાર) યોજનના ૪૮/૬૧ (એકસઠીયા ૪૮ ભાગ) હોય છે.
સૂર્યના મંડલને ગોળાકાર પરિભ્રમણથી મંડલ કહેવાય છે પરંતુ તાત્ત્વિક રીતે મંડલ નથી. મંડલના પ્રથમ ક્ષણે જે ક્ષેત્ર વ્યાપ્ત હતું. તેની બરોબર સમશ્રેણિમાં આગળનું ક્ષેત્ર વ્યાપ્ત થાત તો તાત્ત્વિક રીતે મંડલતા ઘટી શકત ને જો આવી તાત્ત્વિક મંડલતા હોત તો પૂર્વમંડલ અને ઉત્તરમંડલ વચ્ચે બે યોજનાનું અંતર ન હોત.
સૂર્યનું મંડલક્ષેત્ર ચક્રવાલવિષ્કમ્મથી જાણવું તેમાં સૂર્ય સર્વ અત્યંતરને અને સર્વ બાહ્યમંડળમાં એક જ વાર સંક્રમણ કરે છે જયારે બાકીના મંડળોમાં બે વાર સંક્રમણ કરે છે.
સૂર્ય એકમુહૂર્તમાં પ૨૫૧ યોજન તથા ૧૯/૬૦ (સાઇઠીયા ૧૯ ભાગ) જાય છે (ચાલે છે) આખું મંડલ એક અહોરાત્રમાં બે સૂર્ય વડે પરિસમાપ્ત થાય છે. પ્રત્યેક સૂર્યને મંડલમાં કેટલા અહોરાત્ર થાય છે. તેમ વિચારો વાસ્તવિક રીતે પ્રત્યેક સૂર્યને બે અહોરાત્ર થાય છે. બે અહોરાત્રના ૬૦ મુહૂર્ત થાય છે.
તેથી મંડલના પરિભ્રમણને ૬૦ ભાગથી ભાગો તો એક મુહૂર્તની સૂર્યની ગતિનું પ્રમાણ મળે છે.