________________
५२५
समवायांगसूत्र
ઉત્તમપુરુષોમાં પણ જે વાસુદેવો હોય છે. તે નરકમાં જ જાય છે તેથી અહિ તે નરકાવાસોની સંખ્યાઓ કહે છે.
પહેલી (નરક) પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસો પહેલાં જ વર્ણવ્યા જ છે. અને શર્કરામભા નામની બીજી (નરક) પૃથ્વીમાં ૧૧ પ્રસ્તરો છે. નરકના પડલા... ઉપરથી નીચે નીચે તરફ જતા દ્વન્દ્ર હીન કરતા જવા એ વચનથી પ્રથમ પાથડામાં ચારે દિશામાં ૩૬ શ્રેણિબદ્ધ નરકાવાસો છે. અને વિદિશાઓમાં પાંત્રીશ અને મધ્યમાં એક નરકેન્દ્ર સર્વ સંખ્યા ૨૮૫ થઈ. બાકીના ૧૦ નરકાવાસોમાં પ્રત્યેક દિશા (વિદિશામાંથી એક એક નરકાવાસની હાનિ કરવાથી આઠ આઠ ની હાનિ પ્રત્યેક પાથડામાં (ઉપરના પાંથડા કરતા) થશે. તેથી ત્યાં આવલિકા બદ્ધ નરકાવાસો સર્વ સંખ્યાથી ૨૬૯૫ થશે. તેમજ બાકી પુષ્પાવકીર્ણક નરકાવાસોની સંખ્યા ૨૪ લાખ ૯૭ હજાર ૩૦૫ છે. ૨૪,૯૭,૩૦૫+૨૬૯૫+૨૮૫ = ૨૫ લાખ નરકાવાસો થાય છે. પ્રથમ નરકના ૩૦ લાખ અને બીજી નરકના ૨૫ લાખ એમ બન્ને પૃથ્વીના નરકાવાસોનું સંયોજન કરતા ૫૫ લાખ નરકાવાસો થાય છે. II૪છા
नारकिणोऽपि बहिरागत्य कृतधर्माणो यान्ति चंद्रादिष्विति तद्वक्तव्यतामाहजम्बूद्वीपे षट्पञ्चाशन्नक्षत्राणि चन्द्रयुक्तानि ॥४८॥
जम्बूद्वीप इति, समयक्षेत्रबहिर्वर्त्यसंख्येयजम्बूद्वीपव्यावृते धातकीखण्डादिसर्वद्वीपानां लवणोदादिसर्वसमुद्राणां सर्वात्मनाऽभ्यन्तरे सकलतिर्यग्लोकमध्यवर्तिनि सर्वद्वीपेभ्यः क्षुल्लके योजनलक्षप्रमाणे पुष्करणिकासंस्थानसंस्थितेऽस्मिन् जम्बूद्वीपे द्वौ चन्द्रौ प्रभासेते, सूर्याक्रान्ताभ्यामन्यत्र शेषयोदिशोश्चन्द्राभ्यां प्रकाश्यमानत्वात्, एकैकस्य च चन्द्रस्याष्टाविंशतिनक्षत्रपरिवारभावात्, तानि नक्षत्राणि स्वयं नियतमण्डलचारित्वेऽनियतानेकमण्डलचारिणा निजमण्डलक्षेत्रमागतेन चन्द्रेण सह प्राप्तवन्ति प्राप्नुवन्ति प्राप्स्यन्ति च, ततश्च चन्द्रद्वयापेक्षया षट्पञ्चाशन्नक्षत्राणि योगकर्तृणीति ॥४८॥ - નારકીઓ પણ નરકમાંથી નીકળી ધર્મ કરીને ચંદ્ર વગેરેમાં ઉત્પન્ન થાય છે તેથી તેની વાત કહે છે.
સમયક્ષેત્રની બહાર રહેલા અસંખ્ય જંબુદ્વીપોથી ભિન્ન, અને ધાતકીખંડ વગેરે સર્વદ્વીપોને લવણોદધિ વગેરે સર્વ સમુદ્રોની અત્યંતરમાં સર્વરૂપે રહેલો, સર્વદ્વીપો કરતા નાનો, એક લાખ યોજન પ્રમાણનો... કમળની કર્ણિકા સમાન સંસ્થાન વાળો... જંબુદ્વીપ છે. એ જંબુદ્વીપમાં બે ચંદ્રો પ્રકાશે છે. સૂર્ય આક્રાંત એવી બે દિશાથી બાકીની બે દિશાઓ બે ચન્દ્રો વડે પ્રકાશે છે. એક એક ચંદ્રનો ૨૮ નક્ષત્રનો પરિવાર છે. તે નક્ષત્રો... નિયતમંડલ ચારિ હોવા છતાં... અનિયત અનેક મંડલથી ચાલનારાને પોતાના મંડલક્ષેત્રમાં આવનારા ચંદ્રની સાથે પ્રાપ્ત થયા છે,