________________
५२४
सूत्रार्थमुक्तावलिः ઉત્પન્ન થશે તે, તથા જે પહેલા પુરુષ તરીકે ઉત્પન્ન થયેલો હોય તે દ્રવ્યપુરુષ છે અને આ બેથી વ્યતિરિક્ત = અલગ પુરુષને પ્રાયોગ્ય દ્રવ્યો અથવા પુરુષાકાર એવા દ્રવ્યો... તે દ્રવ્યપુરુષ છે.
અભિલાપપુરુષ એટલે પુરુષ, પુલ્લિગમાં વર્તતું નામ માત્ર ઘટઃ પટઃ વગેરે અભિલાપપુરુષ છે. ચિહ્નપુરુષ પુરુષાકૃતિ ધરાવતો. નપુંસક વ્યક્તિ જેને દાઢી વગેરે બધા પુરુષ ચિહ્નો છે.
વેદપુરુષ પ્રધાનપણે પુરુષવેદને અનુભવતો વ્યક્તિ. તે સ્ત્રી પુરુષ નપુંસક ત્રણે લિગોમાં હોઈ શકે છે એજ રીતે ઉત્તમપુરુષ, મધ્યમપુરુષ, જઘન્યપુરુષ આવા પણ પુરુષના ભેદ છે.
તેમ ઉત્તમપુરુષ ત્રણ પ્રકારે છે. ૧. ધર્મપુરુષ, ૨. ભોગપુરુષ, ૩. કર્મપુરુષ.
ધર્મ ક્ષાયિક ચારિત્ર વગેરે છે તેનું સર્જન કરવામાં તત્પર તે ધર્મપુરુષ છે. અરિહંત પરમાત્મા વગેરે.
ભોગ = સુંદર શબ્દ વગેરે ઉપભોગમાં તત્પર તે ભોગપુરુષ છે. ચક્રવર્તી વગેરે.
કર્મ = મહાઆરંભ વગેરેથી સંપાદન યોગ્ય નરકાદી આયુષ્યનો બંધ કરવામાં તત્પર એવો પુરુષ તે કર્મપુરુષ છે. વાસુદેવ વગેરે.
આ ઉત્તમપુરુષોની સંખ્યા ઉત્સર્પિણીમાં ૫૪ ની છે જે આ પ્રમાણે ૨૪ તીર્થકરો ૧૨ ચક્રવર્તીઓ નવ વાસુદેવો અને નવ બલદેવો બધાં મળીને ૫૪ થાય છે.
જેમ ઉત્સર્પિણીમાં ૫૪ ઉત્તમ પુરુષો થાય છે તેમ અવસર્પિણીમાં પણ ૫૪ ઉત્તમપુરુષો થાય છે.
ઉગ્ર-ભોગ અને રાજન્યકુળના વ્યક્તિઓ મધ્યમપુરુષો ગણાય છે. દાસ, નોકર ચાકરો, ભાગીયા વગેરે જઘન્યપુરુષો કહેવાય છે. I૪૬ll.
उत्तमेष्वपि वासुदेवा नरकमेव यान्तीति तदावासानाहप्रथमद्वितीयपृथिव्योः पञ्चपञ्चाशन्नरकावासशतसहस्राणि ॥४७॥
प्रथमेति, प्रथमायां पृथिव्यां त्रिंशन्नरकलक्षाणि पूर्वं व्यावर्णितान्येव, शर्कराप्रभायां द्वितीयपृथिव्यामेकादश प्रस्तटाः, नरकपटलानि अधोऽधो द्वन्द्वहीनानीति वचनात्, तत्र प्रथमे प्रस्तरे चतसृषु दिक्षु षट्त्रिंशदावलिकाप्रविष्टा नरकावासाः, विदिक्षु पञ्चत्रिंशत्, मध्ये चैको नरकेन्द्रकः, सर्वसंख्यया द्वे शते पञ्चाशीत्यधिके, शेषेषु दशसु प्रस्तटेषु प्रत्येकं क्रमेणाधोऽधोऽष्टकाष्टकहानिः प्रतिदिक् एकैकनरकावासहानेः, ततस्तत्र सर्वसंख्ययाऽऽवलिकाप्रविष्टा नरकावासाः षड्विंश तानि पञ्चनवत्यधिकानि, शेषाश्चतुर्विंशतिलक्षाः सप्तनवतिसहस्राणि त्रीणि शतानि पञ्चोत्तराणि पुष्पावकीर्णकाः । उभयमीलने पञ्चविंशतिलक्षाणि नरकावासानामिति पृथिवीद्वयसंख्यायोजनेन पञ्चपञ्चाशन्नरकावासशतसहस्राणि भवन्तीति ॥४७||