________________
समवायांगसूत्र
५२१
એમાં અનંતનાથ જિનેશ્વરના કાલમાં થનાર પુરુષોત્તમ નામનો વાસુદેવ પણ ૫૦ ધનુષ્યના દેહમાનવાળો છે. (આમ ૫૦ નો સમવાય થયો) ॥૪૨॥
एते कर्मणां क्षयं करिष्यन्तीति तान्याह
दर्शनावरणनामकर्मणोरेकपञ्चाशत्प्रकृतिकत्वम् ॥४३॥
दर्शनेति, सामान्यार्थबोधो दर्शनं तदावृणोति यत्तद्दर्शनावरणीयम्, तच्च चक्षुर्दर्शनावरणीयादिभेदेन नवविधम्, नामकर्मापि द्विचत्वारिंशदिति मिलित्वोभयकर्मणी एकपञ्चाशदुत्तरप्रकृति भावः ॥४३॥
આ બધા વ્યક્તિ કર્મોનો ક્ષય કરશે. એટલે ૫૧ મા સમવાયની વાતમાં કર્મને લગતી બાબત કહે છે.
સામાન્ય અર્થબોધને દર્શન કહે છે. તે દર્શનને જે આવરે તે દર્શનાવરણીય કર્મ છે, તે દર્શનાવરણીય ચક્ષુદર્શન વગેરે ૯ પ્રકા૨નું છે. નામકર્મ પણ બેંતાલીસ પ્રકારનું છે. ૪૨+૯ બન્ને મળીને બે કર્મ ૫૧ પ્રકૃતિવાળા થયા (૫૧ ભાવવાળા થયા) ।।૪૩॥
તથા—
ज्ञानावरणनामान्तरायाणाञ्च द्विपञ्चाशत्प्रकृतिकत्वम् ॥४४॥
ज्ञानेति, विशेषार्थविषयं ज्ञानमावृणोतीति ज्ञानावरणं देशसर्वज्ञानावरणरूपं मतिज्ञानावरणादिपञ्चविधम्, नाम द्विचत्वारिंशद्विधम्, अन्तरा - दातृप्रतिग्राहकयोरन्तर्भाण्डागारिकद्विघ्नतुतया अयते गच्छतीत्यन्तरायम् प्रत्युत्पन्नविनाशि आगामिलब्धव्यपथप्रतिरोधकञ्च दानान्तरायादि पञ्चविधमिति सर्वमेलने द्विपञ्चाशद्भवन्तीति ॥४४॥
હવે કર્મની બાબતમાં (૫૨) બાવનનો સમવાય કહે છે.
વિશેષ અર્થબોધ વિષયવાળું જ્ઞાન છે આવા જ્ઞાનને જે આવરે તે જ્ઞાનાવરણ છે. દેશથી જ્ઞાન રોકનાર કે સર્વથી જ્ઞાનને રોકનાર એમ બન્ને પ્રકારે આવનાર જ્ઞાનાવરણીય કર્મો મતિજ્ઞાનાવરણ વગેરે પાંચ પ્રકારે છે, નામકર્મ ૪૨ પ્રકારે છે અને અન્તરા = વચ્ચે દાતા અને ગૃહીતાની વચ્ચે દેનાર લેનારની વચ્ચે ભંડારીની જેમ વિઘ્નનું કારણ લાભને (નડનારા) તરીકે જે જાય છે તે અન્તરાય છે. જે તત્કાલમાં વિનાશ કરનારું અને ભાવિમાં પ્રાપ્ત થનારાના માર્ગને રોકનારા દાનાન્તરાય વગેરે પાંચ પ્રકારનું છે.
૫+૪૨૫ = (સર્વમલીને) ૫૨ થાય છે. ।।૪૪ क्लिष्टकर्मणामुदयात्सम्मूच्छिमा भवन्तीति तद्विशेषमाह
सम्मूच्छिमोरः परिसर्पाणां त्रिपञ्चाशद्वर्षसहस्त्राणि स्थितिः ॥ ४५ ॥