________________
५२०
सूत्रार्थमुक्तावलिः शतान्यायिकाः, पञ्चाशद्धनुर्देहमानञ्च । पुरुषोत्तमोऽयं चतुर्थो वासुदेवः, वासुदेवाश्चावसर्पिण्यां नव भवन्ति, अनन्तजिनकालभावी पुरुषोत्तमो वासुदेवः पञ्चाशद्धनुर्देहमान इति ॥४२॥
હવે પ્રતિમા વહન કરનાર ઉન્નત આચારવાળો અને ઉન્નત દેહવાળો પણ થાય છે. તેથી (૫૦ સમવાય) હવે તેવાની વાત કહે છે.
જગન્ની ત્રિકાલ અવસ્થાને જે માને તે મુનિ કહેવાય છે. અથવા જીવ અજીવ રૂપ આ લોકને યથાર્થ ઉપયોગથી એટલે કે દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિક-સ્વભાવ-ગુણ અને પર્યાયોદ્વારા નિમિત્ત ઉપાદાન કારણ કાર્યભાવને ઉત્સર્ગ અપવાદ પદ્ધતિ દ્વારા જે જાણે તે મુનિ.
મુનિના ચાર નિક્ષેપ = નામમુનિ, સ્થાપનામુનિ, દ્રવ્યમુનિ અને ભાવમુનિ એમાં નામસ્થાપના પ્રસિદ્ધ છે. દ્રવ્યમુનિ = જ્ઞશરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત એમ ત્રણ ભેદે છે. જ્ઞાતા છતાં અનુપયુક્ત દ્રવ્યમુનિ કહેવાય છે. ખાલી લિંગમાત્ર (વેષમાત્ર) દ્રવ્યક્રિયાની વૃત્તિથી સાધ્ય તે ક્રિયામાં ઉપયોગ શૂન્ય અને (અસંયમના) પ્રવર્તન વિકલ્પમાં કષાય નિવૃત્ત પરંતુ પરિણતિના ચક્રમાં અસંયમમાં પરિણત વ્યક્તિનું દ્રવ્યમુનિત્વ છે. જ્યારે ભાવમુનિ એ છે જે ચારિત્ર મોહનીયના ક્ષયોપશમ કે ક્ષયથી ઉત્પન્ન સ્વરૂપરમણતાથી પરભાવમાં નિવૃત્ત થયો હોય, પરિણતિ વિકલ્પને પ્રવૃત્તિને વિષે બારેય કષાયની ઉત્કટતા વિનાનો હોય.
નિંગમ-સંગ્રહ ને વ્યવહારનયથી દ્રવ્યક્રિયામાં પ્રવૃત્ત અને દ્રવ્યાગ્નવથી વિરક્ત એ મુનિ છે. ઋજુસૂત્રનયથી ભાવને પામવાના અભિલાષને સંકલ્પથી યુક્ત હોય તે મુનિ છે. શબ્દ-સમભિરૂઢ ને એવંભૂતનયથી પ્રમત્ત ગુણઠાણાથી ક્ષીણમોહ ગુણઠાણા સુધી પરિણતિમાં સામાન્ય કે વિશેષ ચક્રમાં સ્વતત્ત્વમાં એકત્વમાં પરમશમભાવના અમૃતમાં રત વ્યક્તિ મુનિ છે.
સુંદર જેના વ્રતો હોય તે સુવ્રત કહેવાય મુનિ એવા સુવ્રત = મુનિસુવ્રત (૨૦ મા તીર્થંકર) કે જે આ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા મુનિની જેમ સુવ્રત (સારાવ્રતવાળી) થઈ ગઈ હતી, માટે તેમનું નામ મુનિસુવ્રત પડ્યું.
આ વીસમા તીર્થકર મુનિસુવ્રતસ્વામીના પિતા સુમિત્ર રાજા છે માતા પદ્મા (દેવી) છે. એ નવમા ભવે જિનેશ્વર થયા. એમના સાધુઓ ૩૦ હજાર છે અને સાધ્વીજીઓ ૫૦ હજાર છે. સવયુષ્ય ૩૦ હજાર વર્ષ છે. ૨૦ ધનુષ્યનું દેહમાન છે.
અનન્ત એવા કર્મોને અંશોને જીતનાર હોવાથી ચૌદમા જિનનું નામ અનંતનાથ છે અથવા અનંત એવા જ્ઞાન વગેરેને ધરનાર હોવાથી એઓ અનંત છે. એમની માતાએ રત્નચિત અતિપ્રમાણવાળી માલાને સ્વપ્રમાં જોઈ હોવાથી એ અનંત છે. એ અનંતનાથ ૧૪મા તીર્થંકર છે. એમના પિતા અયોધ્યાના અલંકાર સિંહસેન રાજા છે અને માતા સુયશા છે. ત્રીસ લાખ વર્ષનું આયખુ છે. ૬૬ હજાર શ્રમણો છે એકલાખ ને ૮) શ્રમણીઓ છે અને ૫૦ ધનુષ્યનું દેહમાન છે.
આ પુરુષોત્તમ જે ચોથો વાસુદેવ છે. અવસર્પિણીમાં ૯ વાસુદેવ થાય છે.