SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ५१६ __सूत्रार्थमुक्तावलिः સૂત્રરૂપે દ્વાદશાંગીના પ્રતિપાદક (ગણધર છે, તેથી) ને હવે કહે છે. શ્રીમાન્ ભગવાન મહાવીરસ્વામીજીના બીજા ગણધર અગ્નિભૂતિ છે. તેઓ મગધદેશમાં ઉત્પન્ન થયેલ છે. ગૌતમગૌત્ર વાળા છે. કૃત્તિકા નક્ષત્રમાં જન્મેલા છે. એમના પિતા વસુભૂતિ છે. અને માતા પૃથિવી છે. તેઓનો ગૃહસ્થવાસ ૪૭ વર્ષનો છે. આવશ્યકસૂત્રમાં ૪૬ વર્ષનો અગારવાસ કહ્યો છે. તેમાં ૪૭ મું વર્ષ અપૂર્ણ હોવાથી ૪૭ ની વિવફા ત્યાં નથી કરી જ્યારે સમવાયાંગમાં અપૂર્ણ એવા ૪૭ માં વર્ષની પણ પૂર્ણત્વની વિવક્ષા કરી છે. તેથી ૪૭ વર્ષ અગારવાસનો પર્યાય કહ્યો છે. સૂત્રમાં લખેલ “અન્ત” શબ્દ મધ્ય અર્થનો વાચક છે. (તથી ૪૭ વર્ષના મધ્યમાં અનગારી થયા એ અર્થ કરવો) એ અગ્નિભૂતિ ગણધરનો છદ્મસ્થ પર્યાય ૧૨ વર્ષનો છે. અને કેવલી પર્યાય સોળ વર્ષનો છે. ll૩૯લા गणधरविषयकवक्तव्यत्वादत्रापि तदेवाहधर्मजिनस्याष्टचत्वारिंशद्गणा गणधराश्च ॥४०॥ धर्मजिनस्येति, अयं पञ्चदशतीर्थंकरः दुर्गतौ प्रपतन्तं सत्त्वसंघातं धारयतीति धर्मः, गर्भस्थेऽस्मिन् जननी दानादिधर्मपरा जातेति नाम्ना धर्मः, अस्य गणास्तावन्मानाः, गणश्चैक वाचनाऽऽचारक्रियास्थानाम् । गणधरा अपि तावन्तः, अनुत्तरज्ञानदर्शनादिधर्मगणं धरन्तीति गणधराः, आवश्यके तु त्रिचत्वारिंशद् गणा गणधराश्च पठ्यन्ते ॥४०॥ ગણધરની વિષય વક્તવ્યતા ચાલતી હોવાથી આ સૂત્રમાં પણ તેજ વાત કહે છે. ધર્મજિન... એ પંદરમાં તીર્થકર છે. દુર્ગતિમાં પડતા જનસમુહને ધારે તે ધર્મ. (એ એમના નામનો અર્થ છે) આવું નામ પાડવાનું કારણ એ છે, જયારે પંદરમા પ્રભુજી માતાના ગર્ભમાં હતાં ત્યારે માતા દાન વગેરે ધર્મમાં ખૂબ તત્પર બની ગઈ તેથી તે પ્રભુનું ધર્મ નામ પાડવામાં આવ્યું. એ ધર્મનાથ પ્રભુજીના ગણો ૪૮ છે. અને ગણધરો પણ અડતાલીસ છે. ગણ એટલે જેઓની વાચના અને સામાચારી એક છે. તે અને અનુત્તર એવા જ્ઞાન અને દર્શન રૂપ ધર્મને ગણ = સમૂહને ધારણ કરે તે ગણધરો છે. (આવશ્યકમાં તો ૪૩ ગણ અને ગણધરો ધર્મનાથપ્રભુના કહેવાય છે.) I૪ના गणधरप्रकाशितप्रतिमाविशेषमाहसप्तसप्तकिकाभिक्षुप्रतिमा एकोनपञ्चाशद्रात्रिंदिवैः ॥४१॥ सप्तसप्तकिकेति, यमनियमव्यवस्थितः कृतकारितानुमोदितपरिहारेण भिक्षते इत्येवंशीलो भिक्षुः-पचनपाचनस्यावद्यानुष्ठानरहिततया निर्दोषाहारभोजी साधुः, नामस्थापनाद्रव्यभावैः स निक्षेप्यः, नामस्थापने सुगमे, द्रव्यभिक्षुः आगमतो नोआगमतश्च, ज्ञाताऽनुपयुक्त
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy