________________
५१४
सूत्रार्थमुक्तावलिः तस्यापि प्रमाणमायामविष्कम्भेण तावदेव सौधर्मेशानयोः प्रथमप्रस्तरवर्तिचतसृणां विमानावलिकानां मध्यभागवत्ति वृत्तं विमानकेन्द्रकमुडुविमानकम् । ईषदल्पः रत्नप्रभाद्यपेक्षया प्राग्भार उच्छ्रयादिलक्षणो यस्याः सा ईषत्प्रारभारा, ऊर्ध्वलोकाग्रस्थः सिद्धानां निवासभूतः पृथिवीभेदः, स च शंखदलचूर्णवत् श्वेत उत्तानच्छत्रसंस्थानसंस्थितः श्वेतसुवर्णमयः । मध्ये बाहल्यन्तु अष्टयोजनप्रमाणम्, सा च पृथिवी परितो हीयमाना चरमान्तेषु सकलदिग्विभागवर्तिषु पर्यन्तप्रदेशेषु मक्षिकापत्रादपि तनुतरी, अत्रैव सिद्धा उपरि भागविशेषे निवसन्तीति सिद्धालय इत्यप्युच्यत इति ॥३७||
ઋષિઓ હંમેશા સમયક્ષેત્રમાં હોય છે. તેથી સમયક્ષેત્ર વગેરેનું પ્રમાણ (૪૫ સમવાયમાં) કહે છે.
સમય એટલે કાલ.. કાલથી ઉપલક્ષિત ક્ષેત્ર એટલે સમયક્ષેત્ર = મનુષ્યક્ષેત્ર કેમકે. સૂર્યગતિથી સારી રીતે અભિવ્યક્ત થતો દિન-માસ વગેરે રૂપ કાલ મનુષ્યક્ષેત્ર = રા દ્વીપથી આગળ નથી, કેમકે રા દ્વીપથી બહારના સૂર્યાદિ સ્થિર છે. હલન ચલન કરતા નથી. આ સમયક્ષેત્ર પહોળાઈ અને લંબાઈથી ૪૫ લાખ યોજનાનું છે.
પહેલી નરકમાં પ્રથમ પાથડામાં મધ્યભાગવર્તી ગોળાકાર નરકેન્દ્ર (મુખ્ય નરકાવાસ) સીમન્તક કહેવાય છે. તેનું પણ પ્રમાણ લંબાઈ અને પહોળાઈમાં તેટલું જ એટલે કે ૪૫ લાખ યોજનાનું છે.
સૌધર્મ અને ઇશાનના પ્રથમ પ્રસ્તરવર્તી ચાર વિમાનની આવલિકાના મધ્યભાગવર્નો ગોળાકાર વિમાનકેન્દ્રક (મુખ્ય વિમાન) એ ઉડુવિમાન કહેવાય છે તેનું પણ પ્રમાણ લંબાઈ-પહોળાઈમાં ૪૫ લાખ યોજન જેટલું છે. તો ઇષદ્ એટલે અલ્પ. રત્નપ્રભા પૃથ્વી વગેરેની અપેક્ષાએ જેનો પ્રાભાર એટલે કે ઉંચાઈ વગેરે કંઈક અલ્પ છે એવી પૃથ્વી એટલે ઇષ~ાગુભારા = ઉર્ધ્વલોકના અગ્રભાગ પર રહેલા સિદ્ધોના નિવાસસ્થાન સ્વરૂપ પૃથ્વીનો ભેદ તે. શંખદલના ચૂર્ણ જેવી શ્વેત છે ઉંચા કરેલા (ઉંધા કરેલા) છત્રના આકાર જેવા આકાર વાળી છે. શ્વેતસુવર્ણ (અર્જુન) મય છે. મધ્યભાગ તેનું બાહલ્ય એટલે જાડાઇ આઠ યોજન પ્રમાણ છે. તે પૃથ્વી ચારેબાજુ હીયમાન થતી થતી એના એકદમ અંતિમ છેડે સકલ દિશાઓના છેડાના પ્રદેશ, માખીની પાંખ કરતા પણ વધુ પતલી છે.. આ પૃથ્વી પર જ ઉપરના ભાગ વિશેષમાં સિદ્ધો વસે છે. એટલે કે સિદ્ધોનું સ્થાન છે માટે એ સિદ્ધાલય એમ પણ કહેવાય છે. આ પૃથ્વીનું પણ પ્રમાણ લંબાઈ અને પહોળાઇમાં ૪૫ લાખ યોજન પ્રમાણ છે. II૩૭ી
समयक्षेत्र एव दृष्टिवादादेः प्रादुर्भावात्तमाहदृष्टिवादस्य मातृकापदानि ब्राह्मीलिप्यां मातृकाक्षराणि च षट्चत्वारिंशत् ॥३८॥