________________
५१०
सूत्रार्थमुक्तावलिः
गर्भस्थे मात्रारिष्टरत्नमयनेमेर्दर्शनादरिष्टनेमिः, द्वाविंशस्तीर्थकरः, तस्य आर्य-यक्षिणीप्रमुखाणि चत्वारिंशदार्यासहस्राणि अभवन् । नमेश्चैकचत्वारिंशदार्यिकासहस्राणि ॥३३॥
પાંત્રીસ વાણીના અતિશયને ધારણ કરનારા (તીર્થંકરોના) સંપત્તિ વિશેષો હવે કહે છે.
મહાવીર = મહાન્ એવા વીર... કર્મ વિદારણમાં સમર્થ તે મહાવી૨... જેઓ કર્મને વિદારે છે અને તપથી શોભે છે. તપના વીર્યથી જે યુક્ત છે તેથી કરીને તે મહાવીર છે. અન્ય વીરોની અપેક્ષાએ પ્રભુવીર મહાન્ વીર હોવાથી મહાવીર છે. તે મહાવીર એટલે ચોવીસ તીર્થંકરોમાં ચરમ તીર્થંકર.
તે ચરમતીર્થંકર મહાવીર સ્વામીજીના ૩૬૦૦૦ સાધ્વીજી ભગવંતોની સંપદા છે.
હું એટલે પૃથ્વી તેમાં જે સ્થિત છે. તેનું નામ કુંથુ એટલે સત્તરમાં તીર્થંકર... જો કે સર્વ તીર્થંકરો પૃથ્વીપર સ્થિત છે. પરંતુ સત્તરમા તીર્થંકરની માતાએ સ્વપ્નમાં પૃથ્વી ઉપર સ્થિત મનોહર અને અતિ ઉન્નત ભૂમિપ્રદેશ ઉપર રત્નોથી વિચિત્ર એવો સ્તૂપ જોયો અને જાગ્યા હતા તે હેતુથી ભગવાનનું નામ પણ કુન્થુજિન રાખવામાં આવ્યું.
તે કુંથુનાથ ભગવાન્ ના ૩૭ ગણ હતાં. અને ૩૭ ગણધર હતા આવશ્યક સૂત્રમાં તો ૩૩ ગણધરો (૧૭મા જિનના) સંભળાય છે.
યુક્તિના સમૂહથી સર્વભાવોને પશ્યતિ = જે જુએ છે તે પાર્થ છે જે ૨૩ માં તીર્થંકર છે. તેઓની પુષ્પચૂલા પ્રમુખ ૩૮ હજાર સાધ્વીજીઓ થઇ...
મિનાથ ભગવાનના ૩૯ સો.. આધોઅવધિક સાધુઓ થયા, આધોઅધિક એટલે નિયતક્ષેત્ર વિષયક અવધિજ્ઞાનીઓ. તેની સંખ્યા ૩૯૦૦ છે.
ધર્મચક્રની શ્રેણિવાળા નેમિનાથ છે.. નેમિનાથ ગર્ભમાં હોતે છતે માતા વડે અરિષ્ટરત્નની શ્રેણિના (નેમિના) દર્શન કરાયા હોવાથી ૨૨ મા તીર્થંકર અરિષ્ટનેમિનાથ છે તે અરિષ્ટનેમિનાથના આર્યા યક્ષિણી પ્રમુખ ૪૦ હજાર સાધ્વીજીઓ થયા. અને (૨૧મા) નમિનાથ પ્રભુજીના ૪૧ હજાર સાધ્વીજી ભગવંતો થયા.
(આમ ૩૬ થી ૪૧ સુધીના સમવાય પછી... આગળ કહે છે) II૩ણા
उपर्युक्तसंपत्तिधरमहावीरस्य श्रमणकालमानमाह
द्विचत्वारिशद्वर्षाणि साधिकानि श्रामण्यपर्यायो महावीरस्य ॥३४॥
द्विचत्वारिंशदिति, छद्मस्थपर्याये द्वादशवर्षाणि षण्मासा अर्द्धमासश्चेति, केवलिपर्यायस्तु देशोनानि त्रिंशद्वर्षाणीति द्विचत्वारिंशद्वर्षाणि साधिकानि महावीरस्य श्रामण्यपर्याय इति ॥३४॥