________________
५०८
सूत्रार्थमुक्तावलिः उक्तगुणयोगात् प्राप्तश्लाघता, अनपनीतत्वं-कारककालवचनलिङ्गादिव्यत्ययरूपवचनदोषापेतता, उत्पादिताच्छिन्नकौतूहलत्वं-स्वविषये श्रोतृणां जनितमविच्छिन्नं कौतुकं येन तत्तथा, तद्भावस्तत्वम्, अद्भुतत्वं, अनतिविलम्बितत्वञ्च प्रतीतम्, विभ्रमविक्षेपकिलकिञ्चितादिविप्रमुक्तं विभ्रमोवक्तृमनसो भ्रान्तता, विक्षेपः-तस्यैवाभिधेयार्थं प्रत्यनासक्तता, किलकिञ्चितं-रोषभयाभिलाषादिभावानां युगपत्सकृद्वा करणं आदिशब्दान्मनोदोषान्तरपरिग्रहस्तैर्विमुक्तता । अनेकजातिसंश्रयाद्विचित्रत्वम्, इह जातयोवर्णनीयवस्तुस्वरूपवर्णनानि, आहितविशेषत्वं-वचनान्तरापेक्षया ढौकितविशेषता, साकारत्वं-विच्छिन्नवर्णपदवाक्यत्वेनाकारप्राप्तत्वम्, सत्त्वपरिगृहीतत्वं-साहसोपेतता, अपरिखेदित्वं-अनायाससम्भवः, अव्युच्छेदित्वं-विवक्षितार्थानां सम्यक् सिद्धि यावदनवच्छिनवचनप्रमेयतेति पञ्चत्रिंशातिशयाः ॥३२॥
તીર્થંકર પ્રભુના વચનો પણ સાતિશય હોય છે તેથી પ્રભુના (૩૫) વચનાતિશયો હવે કહે છે. વચન પણ ગુણયુક્ત કહેવા જોઇએ તે ગુણો... આ પ્રમાણે છે...
૧. સંસ્કારવન્દ્ર = વ્યાકરણ યુક્ત (વ્યાકરણ શુદ્ધ) ભાષા... ૨. ઉચ્ચ સ્વર ૩. ઉપચારાપેતત્વ = અગ્રામ્યપણું... ૪. ગંભીર = મેઘ જેવો ગંભીર અવાજ ૫. અનુનાદિત = પડઘો પડે તેવો ધ્વનિ ૬. દક્ષિણત્વ = સરલતા ૭. ઉપનીતરાગત = માલકોશ વગેરે ગ્રામ અને રાગથી યુક્તપણું... આ સાત ગુણો શબ્દ = ધ્વનિની અપેક્ષાએ અતિશયો છે.
અન્ય અતિશયો અર્થની અપેક્ષાએ છે... તે આ પ્રમાણે... ૮. મહાર્ણતા = મહાન પદાર્થ કહેનારી ૯. અવ્યાહત પૌર્વાપર્ય = પૂર્વા પર વાક્ય વચ્ચે અવિરોધ ૧૦. શિષ્ટત્વ = સ્વ સિદ્ધાંત યુક્ત પદાર્થ કહેવા અથવા વક્તાની શિષ્ટતાના સૂચક પદાર્થો હોવા. ૧૧. અસંદિગ્ધત્વ = અસંશય કરાવનારું ૧૨. અપહૃતાન્યોત્તરત્વ = બીજો કોઇ જેમાં દૂષણ બતાવી ન શકે તેવું ૧૩. હૃદયગ્રાહિત્વ = શ્રોતાના મનને હરી લે તેવું... ૧૪. દેશકાલાવ્યતીતત્વ = દેશકાલને અનુરૂપ પ્રસ્તાવોચિત ૧૫. તત્ત્વાનુરુપ = જે પદાર્થ કહેવાની ઇચ્છા છે એના સ્વરૂપને અનુસરનારું. ૧૬. અપ્રકીર્ણ પ્રવૃતત્વ = સુસંબદ્ધ વસ્તુનું પ્રસરણ અથવા અસંબદ્ધ અને અનધિકારિ વસ્તુના અતિવિસ્તારના અભાવવાળું... ૧૭. અન્યોન્ય પ્રગૃહીતત્વ = પરસ્પર પદ અને વાક્યની અપેક્ષાવાળું... ૧૮. અભિજાતત્વ = વક્તાની અથવા પ્રતિપાદ્ય પદાર્થની ભૂમિકાને અનુસાર. ૧૯. અતિ સ્નિગ્ધ મધુરત્વ = અમૃતને ગોળની જેમ સુખાકારી ૨૦. અપરમર્મવધિત્વ = પરના મર્મને પ્રકાશિત નહી કરનારું. ૨૧. અર્થધર્માભ્યાસાનપતત્વ = પદાર્થ અને ધર્મને બંધાયેલું. ૨૨. ઉદારત્વ = અભિધેય પદાર્થનું અતુચ્છપણું - અથવા અર્થગુંફનનો ગુણવિશેષ. ૨૩. પરનિંદા અને આત્મોત્કર્ષ (આપ બડાઈ) થી રહિતપણું. ૨૪. ઉપગતમ્ભાધત્વ = ઉપરોક્ત ગુણના યોગથી સ્વાભાવિક રીતે શ્લાઘા એટલે પ્રશંસા પાત્ર. ૨૫. અનપનીતત્વ = કારક કે કાલ